તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભિલોડાના સુનોખમાં બે ઘરમાંથી 4.79 લાખના મુદ્દામાલની ચોરી

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોરોએ તિજોરીમાંથી સામાન રફેદફે કરી નાખ્યો. - Divya Bhaskar
ચોરોએ તિજોરીમાંથી સામાન રફેદફે કરી નાખ્યો.
  • મકાનના પાછળની જાળીની ગ્રીલ ખોલી ચોરીને અંજામ આપ્યો

ભિલોડા તાલુકાના સુનોખમાં બે મકાનમાંથી ચોરોઓ 4.79 લાખના મુદ્દામાનલ ચોરી કરી જતાં શામળાજી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સુનોખમાં ઉદાવત પરિવાર રાત્રે ઊઘી રહ્યું હતું. તે દરમિયાન ચોરો મકાનના પાછળ આવેલી જાળીની ગ્રીલ ખોલી નાખી અંદર ઘૂસી જઈ મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી ઘરમાં રહેલી ચીજવસ્તુઓ તેમજ સુટકેસ, પેટી કબાટ અને તિજોરી તોડીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રફેદફે કરીને તિજોરીમાં મુકેલા સોનાના દોરા, બુટ્ટી, લકી અને લોકેટ સહિતના જુદા જુદા સાડા અગિયાર તોલા સોનાના દાગીના રૂ. 3,45,000ના તેમજ પોસ્ટનું સર્ટિ અને રોકડ 6,000 તેમજ 2000 નાં કપડા સહિત રૂ. 353000ની મત્તાની ચોરીને અંજામ આપતાં કરણસિંહ રણજીતસિંહ ઉદાવતે શામળાજી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પરિવાર રાબેતા મુજબ વહેલી સવારે 5 વાગે ઉઠીને મકાનનો દરવાજો ખોલવા જતાં દરવાજો અંદરથી બંધ હોવાનું જણાતાં પરિવારે ઘર પાછળ જતા પાછળનો દરવાજો ખુલ્લો હોવાથી પરિવારને ચોરી થયાનો અહેસાસ થયો હતો.

સુનોખમાં પ્રકાશભાઈ જગાભાઈ ખાંટ પરિવાર સાથે ઘરના આંગણામાં અને અન્ય પરિવાર મકાનના ધાબા ઉપર રાત્રે નિંદર માણી રહ્યું હતું. તે દરમિયાન ચોરો મોકાનો ફાયદો ઉઠાવીને મકાનના પાછળ આવેલી સિમેન્ટની જાળી બહાર કાઢીને અંદર ઘૂસી જઇ તિજોરી તોડી ખેડૂત પરિવારના પુત્ર વધૂના અને તેમની દિકરીના સોનાના 90 હજારના દાગીના તેમજ ચાંદીના રૂ. 20460 અને રોકડ 16000 અને દિવાલ ઘડિયાળ સહિત કુલ રૂ. 1,26,460 ની મત્તાની ચોરીને અંજામ આપીને તસ્કરો ભાગી છૂટ્યા હતા. એક જ ગામમાં એક રાતમાં બે જગ્યાએ ચોરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...