તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાં સંક્મણ:મોડાસામાં સબજેલના કેદી સહિત જિલ્લામાં 4 ને કોરોના, અરવલ્લીમાં કોરોનાના 4 કેસ, આંક 703 નોંધાયાં

મોડાસા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસા સબજેલમાં કેદી, પહાડપુર રોડ પરની સોસાયટીની મહિલા તેમજ મોડાસાના રસુલપુરનો પુરુષ અને ભિલોડાના ગાયત્રીનગર સોસાયટીમાં પુરુષ ને કોરોના થતાં જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 703 થઈ ગઈ હતી.

મોડાસા શહેરના પહાડપુર રોડ પર આવેલી આલ્હાદ સોસાયટીમાં રહેતી 43 વર્ષીય મહિલા, મોડાસાના રસુલપુરમાં રહેતા 75 વર્ષીય પુરુષ, મોડાસાની સબ જેલ રહેલા 69 વર્ષીય કેદીને તેમજ ભિલોડાના ગાયત્રી સોસાયટીમાં રહેતા 67 વર્ષીય પુરુષમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતાં તેમના મેડિકલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જ્યાં ઉપરોક્ત દર્દીઓને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતાં તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.મોડાસા સબ જેલના કેદીઓને અગાઉ કોરોના પોઝિટિવ આવ્યા બાદ પુનઃસબ જેલ માં કેદીને કોરોના પોઝિટિવ આવતા જેલ સત્તાવાળાઓ દ્વારા અન્ય કેદીઓ ની મેડિકલ ચકાસણી માટે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...