તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચુકાદો:યુવતીનું અપહરણ કરનાર 4 આરોપીઓને 7 વર્ષની સજા

મોડાસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભિલોડાના ટાકાટુકામાં 7 વર્ષ અગાઉની ઘટનામાં ચુકાદો
  • ભિલોડા તાલુકા પં.માં યુવતી નોકરી કરતી હતી

ભિલોડાના ચોરીમાલાની 24 વર્ષીય યુવતી વર્ષ 2012માં ઘરેથી નોકરી જવા નીકળી હતી. દરમિયાન બેડાસણ અને ઝૂમસરના ચાર શખ્સોએ તેનું જીપમાં અપહરણ કરતાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં ચાર સામે ગુનો નોંધાતાં કેસ મોડાસાની અરવલ્લી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ એચસી વોરાએ સરકારી વકીલ ડી.એસ.પટેલની દલીલો અને અપહરણનો ભોગ બનેલી યુવતીની જુબાનીના આધારે 4 શખ્સોને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી.

ભિલોડા તા.પં.માં નોકરી કરતી 24 વર્ષીય યુવતી 7 વર્ષ અગાઉ ઘરેથી એક્ટીવા લઈને નીકળી હતી. દરમિયાન ભિલોડાના ટાકાટુકાની સીમમાંથી બોલેરોમાં આવેલા ચાર શખ્સોએ યુવતીનું અપહરણ કરીને તેને અંબાજી લઈ ગયા હતા અને મુનાઇ પાસે એકલી છોડીને ભાગી છૂટ્યા હતા. કેસ મોડાસાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં યુવતીને જુબાની અને સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને રાખીને કોર્ટેે દિનેશભાઈ ચંદુભાઇ મોરિયા રહે. બેડાસણ, શિવકુમાર શંકરભાઈ અસારી, બાબુભાઈ જગદીશભાઈ પાંડવ અને સંજયકુમાર ઉર્ફે ચકુ વાલજીભાઈ બોડાત રહે. ઝૂમસર તાલુકો ભિલોડાને 7 વર્ષની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...