તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ભિલોડાના સુનોખમાં સવારે હાજતે ગયેલા 38 વર્ષીય સાધ્વીજી ગુમ થઇ જતાં ચકચાર

મોડાસા, સુનોખ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાધ્વીજી હિંમતનગરથી વિહાર કરી સુનોખ આશ્રમમાં રાત્રિ રોકાણ કર્યું હતું

ભિલોડાના સુનોખ આશ્રમમાં રાત્રિ રોકાણ દરમિયાન વહેલી સવારે કુદરતી હાજતે ગયેલા 38 વર્ષીય સાધ્વીજી ગુમ થતાં ચકચાર મચી છે. હિંમતનગર થી વિહાર કરીને આવેલા સાધ્વીજી ગુમ થતાં હિંમતનગરના દિનેશભાઈ જૈને સાધ્વી ગુમ થયા અંગે શામળાજી પોલીસમાં જાણ કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

સાધ્વી મહારાજજી કાર્તિકા મહારાજજી ધનાશ્રી રાવત, 38, રહે. બારે ગાવપટ્ટી ભરતપુર જિ. ટિહરી ઉત્તરાખંડ હિંમતનગર થી વિહાર કરીને સુનોખ આશ્રમમાં રોકાણ કર્યું હતું અને વહેલી સવારે 4.15 કલાકે કુદરતી હાજતે ગયા હતા. દરમિયાન ઘણો લાંબો સમય વિતવા છતાં સાધ્વીજી પરત ન ફરતાં પડોશીઓ તેમજ ગ્રામજનો સાધ્વીજીની શોધખોળ હાથ ધરતાં પરંતુ તેમનો ક્યાંય પત્તો ન લાગતાં દિનેશભાઈ લાદુલાલ શાહ જૈન રહે. મારુતિ નગર નવરાત્રી ચોક હિંમતનગરે શામળાજી પોલીસમાં ગુમ થયાની જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી છે.

બે દિવસ અગાઉ મહારાજને લુખ્ખા તત્વોએ લોહીલુહાણ કર્યા હતા બે દિવસ અગાઉ હિંમતનગર- શામળાજી હાઈવેથી ઉદેપુર તરફ પગપાળા જતાં મહારાજે અણસોલ પ્રાથમિક શાળામાં રાત્રી રોકાણ કર્યું હતું. દરમિયાન અસામાજિક તત્વોએ મહારાજને લોહીલુહાણ કરી નાખતાં મહારાજને રાજસ્થાન તરફ વિહાર કરવાનો હોવાથી તેમને પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...