તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોડાસા-માં આગામી ૩ જાન્યુઆરી-૨૦૨૧ના રોજ જી.પી.એસ.સી દ્વારા લેવાનાર પોલીસ ઇન્સપેકટર-2ની પરીક્ષા મોડાસાના 13 જેટલા વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારે ૧૧: ૦૦ થી ૨ : ૦૦ કલાકે પરીક્ષા યોજાશે જેના ભાગરૂપે જિલ્લા શિક્ષાધિકારી દ્રારા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિને બેઠક યોજાઇ હતી આ બેઠકમાં અધિક કલેકટર શાળા સંચાલકો એસટી વિભાગ અધિકારી અને શિક્ષણ વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં અધ્યક્ષએ જણાવ્યું હતું કે જી.પી.એસ.સી દ્રારા લેવાનાર પોલીસ ઇન્સપેકટર વર્ગ-૨ ની પરીક્ષા માર્ચ- ૨૦૨૦માં લેવાનાર હતી પરંતુ કોવીડ- ૧૯ ના મહામારીના કારણે રદ કરી હતી. જે હવે કોવીડ-૧૯ ની સંપૂર્ણ ગાઇડ લાઇનનુ પાલન કરી પરીક્ષા લેવાશે હાલ આ પરીક્ષા જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષા અંગેની માહિતી આપતાં જણાવ્યુ હતુ કે અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે ૩૫૫૫ પરિક્ષાર્થી પરીક્ષા આપનાર છે મોડાસાના ૧૩ પરીક્ષા કેન્દ્રો અને ૧૪૯ રૂમ ઉપયોગમાં લે વામાં આવ્યા છે.
આ બેઠકમાં અધિક અધિક નિવાસી કલેકટર આર.જે.વલવી, પરીક્ષા સમિતિના સભ્યો શાળા સંચાલકો, આરોગ્ય અધિકારી કૌશલ પટેલ, એસ.ટી વિભાગના અધિકારી, જી.ઇ.બી.ના અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.