ચૂંટણી યોજાઇ:મોડાસા પાલિકાના વોર્ડ નં-2ની પેટાચૂંટણીમાં 35.32.% મતદાન

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના કોર્પોરેટરનું મોત થતાં ચૂંટણી યોજાઇ

મોડાસા પાલિકાના વોર્ડ-2ની પેટા ચૂંટણીમાં 5:00 સુધીમાં કુલ 35.32 ટકા મતદાન થયું હતું. કોંગ્રેસ, ભાજપ અને આમઆદમીપાર્ટીના ત્રિપાંખિયા જંગમાં મતદારોમાં નિરસતા દેખાઈ હતી. મોડાસા પાલિકાની વોર્ડ-2ની યોજાયેલી પેટાચૂંટણીમાં કુલ સ્ત્રી પુરુષ 5023 મતદારો નોંધાયા હતા. જેમાં 2543 પુરુષ મતદારો પૈકી 985 મતદારોએ મતદાન કર્યું હતું. પરિણામે પુરુષ મતદાન 38. 73% થયું હોવાનું નોંધાયું હતું. આ વોર્ડમાં 2480 મહિલા મતદારો પૈકી 789 મહિલા મતદારોએ મતદાન કરતા 35. 32 ટકા મતદાન થયું હોવાનું નોંધાયું હતું.

ભાજપના કોર્પોરેટરનું અકસ્માતમાં મોત થતાં પેટાચૂંટણી યોજાઇ હતી મોડાસા પાલિકાની વર્ષ 2021ની ચૂંટણીમાં વોર્ડ-2 માંથી મનોજભાઈ રાઠોડ ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ થોડા સમય અગાઉ તેમનું ટીંટોઈ પાસે માર્ગ અકસ્માતમાં મોત થતાં પેટાચૂંટણી યોજાઇ હતી. આ પેટાચૂંટણીમાં ભાજપે મૃતકના પુત્ર અર્જુનભાઈ રાઠોડને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...