પરપ્રાંતિયો:અરવલ્લીમાંથી આસામના 35 શ્રમિકોને વતન રવાના કરાયા, અરવલ્લી જિલ્લામાં ધંધાર્થે રોકાયેલા હતા

મોડાસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 60 દિવસથી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ એમ વિવિધ રાજ્યના લોકો અરવલ્લી જિલ્લામાં આશ્રય લઇ રહ્યા હતા. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમને વતન જવાની છૂટ આપવમાં આવતા તબક્કાવાર મધ્યપ્રદેશ, રાજસ્થાનના, ઉત્તરપ્રદેશ અને બિહાર લોકોને તેમના વતન મોકલી આપવામાં આવ્યા હતા, એવા જ આસમ રાજ્યના 35  લોકો અરવલ્લી જિલ્લામાં ધંધાર્થે રોકાયેલા હતા આ પરપ્રાંતિયો પોતાના વતનમાં જવાની ઇચ્છા દર્શાવતા શ્રમિક સ્પેશ્યલ ટ્રેનની સુવિધા મારફતે તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી , જેમને ફૂડ પેકૅટ, પાણી સહિત તમામ સુવિધાઓ સાથે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે બસ મારફતે મોકલી આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...