કાર્યવાહી:અરવલ્લીમાં ભેળસેળિયા ખાદ્યપદાર્થો પધરાવતાં 38 વેપારીને 3.37 લાખ દંડ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂડ સેફ્ટી-સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ જિલ્લાના 11 કેસોમાં કાર્યવાહી કરાઇ

અરવલ્લી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ જિલ્લાના 11 કેસોમાં ખરાબ ગુણવત્તાવાળા અને ધારા ધોરણો સિવાયના ખાદ્ય સામગ્રી વેચતાં 38 વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરીને રૂ.3.37 લાખનો દંડ ફટકારતાં લેભાગુ ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અરવલ્લી જિલ્લાના શ્રી ભૈરવનાથ નમકીન વેચતાં 2 દુકાનદારોને રૂ.2હજાર, વિમલ કપાસીયા તેલ વેચતા 6 દુકાનદારોને રૂ.90હજાર, GAIL GOKUL DOUBLE FILTERED GROUND OIL વેચતા 4 દુકાનદારોને રૂ.14હજાર, ગોળ (લૂઝ) વેચતા 1 દુકાનદારને રૂ.10હજાર, NAHTA SSARAS REFINED IODISED FREE FLOW SALT વેચતા 3 દુકાનદારોને રૂ.30હજાર, દેશી ગોળ વેચતા 3 દુકાનદારોને રૂ.40હજાર, શ્રી ગજાનંદ ટ્રેડીંગના ગોળ વેચતા 4 દુકાનદારોને રૂ.14હજાર, MAP REFINED COTTONSEED OIL વેચતા 4 દુકાનદારોને રૂ.38હજાર, વાસ્તુ એગમાર્ક ગાયનું ઘી વેચતા 4 દુકાનદારોને રૂ.42હજાર, ચિલ્લી પાઉડર વેચતા 4 દુકાનદારોને રૂ.24હજાર તથા મે.સિમુન બેક એન્ડ કેક વેચતા 3 દુકાનદારને રૂ. 33હજારનો દંડ ફટકારી ને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ કડક કાર્યવાહી કરીને હવે આ રીતની અખાદ્ય ચીજ વસ્તુઓ ન વેચવા તથા પ્રજાને સારી ગુણવત્તાવાળી ખાદ્ય સામગ્રી આપવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...