ચોરી:મોડાસાની ગોવર્ધન સોસા.માં ધોળેદહાડે બંધ ઘરમાંથી 3.26 લાખની મત્તા ચોરાઇ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરોએ દરવાજાનું ઇન્ટર બોક્સ તોડી અંજામ આપ્યો

મોડાસામાં ગોવર્ધન સોસાયટીમાં ફ્લેટમાં રહેતી મહિલાના બંધ મકાનને ચોરોએ નિશાન બનાવતાં ચોરોએ દરવાજાનું ઇન્ટર બોક્સ તોડી ધોળેદહાડે તિજોરીમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત રૂ. 3,26,850ની મત્તાની ચોરી કરી જતાં મહિલાએ ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ડોગ સ્કવોડની મદદ પણ લીધી હતી.

મોડાસાના ગોવર્ધન સોસાયટીના ફ્લેટ નં. 103 માં પ્રથમ માળે રહેતા સ્વીટીબેન નિરંજનભાઇ બચુભાઈ પટેલ સવારે નાલંદા-2 માં રહેતા શર્માને ત્યાં બેબી સાચવવા ગયા હતા. દરમિયાન બંધ મકાનનો ફાયદો ઉઠાવી ચોરોએ મકાનના દરવાજાનો નકૂચો તેમજ ઇન્ટરલોક તોડી મકાનમાં રહેલી ચીજવસ્તુઓ રફેદફે કરી ને તિજોરીનું લોક તોડીએલ્યુમિનિયમની પટ્ટીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ 4000 સહિત કુલ રૂ.3,26,850ની મત્તાની ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. મહિલા ઘરે પરત ફરતાં મકાનમાં લાઈટ ચાલુ જણાતાં અને દરવાજાનું લોક તૂટેલું જણાતાં ચોરીની જાણ થઇ હતી. આ અંગે મહિલાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...