તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:અરવલ્લીમાં નલ સે જલ યોજનામાં 3207 મકાનોને આવરી લેવાયા:તંત્ર

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોડાસામાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ સમિતિની બેઠકમાં નિર્ણય

અરવલ્લી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા સેવાસદનમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં નલ સે જલ યોજના અંતર્ગત માલપુર બાયડ, મેઘરજ, ભિલોડા તાલુકાના 13 ગામડાઓ આવરી લેવાયા હતા. ઉપરોક્ત ગામડાઓ પૈકી આ યોજનામાં 3207 મકાનોને આવરી લેવામાં આવ્યા હોવાનું પાણી પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું.

જિલ્લાના લોકોને પૂરતું પીવાનું પાણી મળે રહે તે માટે રૂ. 526.35લાખના ખર્ચે તૈયાર થનાર નવીન 13 યોજનાઓની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં નલ સે જલ યોજના અંતર્ગત આ નવીન યોજનાથી 4207 ઘરને નળ કનેક્શન આપવા માટે આવરી લેવાયા છે.

અરવલ્લી જિલ્લામાં વાસ્મો યોજના અંતર્ગત અત્યાર સુધી જિલ્લામાં 1333 યોજનાઓ અમલી બનાવાઇ છે. જે પૈકી 980 યોજનાઓ પૂર્ણ કરાઇ છે. જ્યારે 122 યોજના પ્રગતિમાં છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરાશે તો 15 એવી યોજનાઓ છે કે જ્યાં પાણીના પૂરતા સ્ત્રોત ન મળવાના કારણે યોજના રદ કરાઇ છે. જિલ્‍લામાં નલ સે જલ અંતર્ગત 2.04,176 ઘરને નળ જોડાણથી આવરી લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો