તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:શામળાજી પાસેથી કારમાંથી 31 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • થર્ટી ફસ્ટ મનાવવા દારૂ અમદાવાદ લઇ જવાતો હતો
 • પોલીસે રૂ.1,02950નો મુદ્દામાલ કબ્જે કર્યો

અરવલ્લી-રાજસ્થાનની સરહદે શામળાજી પોલીસે વાહન ચેકીંગ દરમીયાન ગાડીની ડીકીમાં સંતાડી લઈ જવાતો રૂ.31,950નો દારૂ અને કાર સહિત કુલ રૂ.1,02,950નો મુદ્દામાલ કબજે કરાયો છે.

અણસોલ પોલીસ ચેક પોસ્ટ નેશનલ હાઇવે ઉપર શામળાજી પોલીસ સ્ટાફ ૩૧ ડિસેમ્બર આવતી હોઇ અને ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે સારૂ રાજસ્થાન તરફથી આવતી વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે ગાડી જીજે 01 કેસી 3091ને અટકાવી તપાસ કરતાં કારની ડીકીમાં ગુપ્તખાનું બનાવી તેમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની છુટા નંગ 58 કિ.રૂા. 31950ની કિંમતનો દારૂ મળી આવતાં ગાડીના ચાલક દિલશાદઅલી દિલાવરઅલી સૈયદ ઉ.વ. ૩૯ રહે.વટવા સદભાવનાનગર ચાર માળીયા આવાસ યોજનાના મકાન વટવા રેલ્વે ક્રોસીંગ પાસે સદભાવના પોલીસ ચોકી પાછળ વટવા અમદાવાદ મુળ રહે. રાયપુર ભવાનપુરાની પીઠ અમદાવાદ તથા ઉપેશભાઇ દિલીપસિંહ ઠાકોર રહે. ઠાકોરવાસ તલીયાણી પોડ સરસપુર મીઠાપાણી દરવાજા શારદાબેન હોસ્પીટલ પાસે અમદાવાદની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે થર્ટી ફસ્ટ મનાવવા માટે આ દારૂ લઇ જવાતો હોવાનુ પ્રાથમિક તબકકે બહાર આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો