રસીકરણ:અરવલ્લીમાં 15 સાઇટ પર પ્રથમ દિવસે 18 થી 44 વયમાં 3000ને વેક્સિન અપાઇ

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસામાં ભામાશા હોલમાં વેક્સિનેશન કરાયું હતું. - Divya Bhaskar
મોડાસામાં ભામાશા હોલમાં વેક્સિનેશન કરાયું હતું.
  • મોડાસા શહેરના રસીકરણ સેન્ટરો પર યુવાનો અને મહિલાઓની રસી લેવા ભીડ

અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગે 18 થી 44 વયના નાગરિકોને વેક્સિનેશન પ્રોગ્રામ દરમિયાન 15 વેક્સિનેશન સેન્ટર ઉપર 3 હજાર નાગરિકોને કોરોના વિરોધી વેક્સિન અપાઇ હતી. મોડાસા શહેરના રસીકરણ સેન્ટરો ઉપર, કલેક્ટર, ડીડીઓ, આરોગ્ય અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઇ આરોગ્ય કર્મીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

મેઘરજના રામગઢ પ્રા. શાળા રેલ્લાવાડા મેઘરજ આરોગ્ય કેન્દ્ર અને મોડાસામાં ભામાશા કોમ્યુનિટી હોલ સ્પોર્ટ્સ સંકુલ સર્વોદય નગર ચાર રસ્તા ટાઉન હોલ અને મેઘરજ ઉમિયા મંદિરમાં, બાયડના સાઠંબા આરોગ્ય કેન્દ્ર જેતપુર આરોગ્ય કેન્દ્ર અને બાયડ આરોગ્ય કેન્દ્ર તેમજ ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્રને ભિલોડાના મુનાઈ પ્રાથમિક શાળા ભવનાથ અને કુશ્કી પ્રા.શાળા જનાલી પ્રા. શાળાના ટોચ તેમજ માલપુરના જીતપુર આરોગ્ય કેન્દ્ર માલપુર-2 સહિત જિલ્લાના છ તાલુકાના 15 સેન્ટર ઉપર થી વેક્સિનેશન પ્રોગ્રામ દરમિયાન સાંજના ચાર કલાક સુધીમાં 2314 નાગરિકોને વેક્સિન અપાઈ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી આર. જી. શ્રીમાળી એ જણાવ્યું હતું. જિલ્લામાં વેક્સિનેશન દરમિયાન સાંજ સુધીમાં 3000 નાગરિકોને કોરોના વિરોધી રસી આપી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...