તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:અરવલ્લી જિલ્લામાં એક જ દિવસમાં 3000 લાભાર્થીઓને વેક્સિન અપાઇ

મોડાસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 સેન્ટર ઉપર 45 વર્ષથી ઉપરનાને રસીકરણ કરાયું

અરવલ્લીમાં આરોગ્ય વિભાગ દ્વારા તા. 4 મે ના રોજ જિલ્લાના છ તાલુકાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત 15 રસીકરણ સેન્ટર ઉપર કોરોના વિરોધી કોવી શિલ્ડ અને કો વેક્સિન રસી 45 વર્ષથી ઉપરની વયના 3000 લાભાર્થીઓને પ્રથમ અને બીજો ડોઝ અપાયો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા મેઘરજ તાલુકાની મોટીપાંડુલી અને રામગઢીના પ્રાથમિક શાળાના લીંબોદરા તેમજ કસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરોક્ત સેન્ટર ઉપર 600 લાભાર્થીઓને વેક્સિન અપાઇ હતી. આરોગ્ય વિભાગે જણાવ્યું કે મોડાસાના શીણાવાડ, દધાલીયા અને મોડાસા અર્બન હેલ્થ સેન્ટરમાં 600 લાભાર્થીઓને તેમજ બાયડ તાલુકાના ચોઈલા પ્રાથમિક શાળા પીપોદરા અને આંબલીયાળા પ્રાથમિક શાળા ગોડનાલ અને ગાબટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અહમદપુરા પ્રાથમિક શાળાના કેન્દ્રો ઉપર 600 તેમજ ધનસુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના શીકા 200 અને ભિલોડાના મુનાઇ સુનસર છાપરા પાથમિક શાળા અને વાંકાનેર સબ સેન્ટર ઉબસલ અન્ય ભિલોડા એસડીએચમાં ઉભા કરેલા રસીકરણ સેન્ટરમાં 600 તેમજ માલપુરના રંભોડા સબ સેન્ટર ઉભરાણ અને માલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 200 સહિતના 15 રસીકરણ સેન્ટરો ઉપર થી 45 થી ઉપરના 3000 લાભાર્થીઓને રસીઅપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...