તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:"તુજે ગાલી નહીં ગોલી દેની હે ' ની ધમકી આપનાર 3 પોલીસ સસ્પેન્ડ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસામાં પોલીસ પન્ટર શાહરૂખને ધમકી આપવાનો મામલો
  • રેન્જ આઇજીએ 2 ની ગાંધીનગર અને 1 ની મહેસાણા બદલી કરી હતી

અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓની ચાર દિવસ અગાઉ રેન્જ આઈજીએ બે પોલીસ કર્મીઓને ગાંધીનગર અને એક પોલીસ કર્મીની મહેસાણામાં બદલીના આદેશ કર્યા હતા ત્યારબાદ રેન્જ આઇજીએ ઉપરોક્ત પોલીસ કર્મીઓને સસ્પેન્ડના આદેશ કરતાં પોલીસબેડામાં હડકંપ મચી ગયો હતો ઉપરોક્ત ત્રણ પોલીસ કર્મીઓએ પોલીસના પન્ટર ગણાતા શાહરૂખને મોબાઈલ ઉપર તુજે ગાલી નહીં ગોલી દેની હૈ ની ધમકી આપી હતી.

અરવલ્લી જિલ્લામાં જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓએ શાહરૂખ નામના શખ્સને મોબાઈલ ઉપર ધમકી આપતાં તેણે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તદઉપરાંત રેન્જ આઇજી સમક્ષ પણ ધમકી અંગે રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું. રેન્જ આઇજી અભય ચુડાસમાએ પોલીસમાં ફરજ બજાવતા મનીષ પરમાર અને વિક્રમસિંહ તેમજ નિલેશ થનાટને સસ્પેન્ડ કરવાના આદેશ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...