કોરોના બેકાબૂ:મોડાસામાં 3, ટીંટોઇ અને મેઘરજના પાદરામાં 1-1 સંક્રમિત

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લીમાં કોરોનાના પાંચ નવા કેસ નોંધાતાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 480 પહોંચી છે. શનિવારે મોડી સાંજે મોડાસા શહેરમાં 3, ટીંટોઇમાં 1 અને મેઘરજના પાદરામાં 1 કોરોના કેસ નોંધાયો હતો. 396 દર્દીઓની સારવાર પૂર્ણ થતાં ડિસ્ચાર્જ કરાયા છે. પોઝિટિવ 30 દર્દીઓ સારવાર હેઠળ છે. ટીંટોઇમાં વૃદ્ધ, મોડાસાની કુમકુમ સોસાયટીમાં રહેતા આધેડ, શહેરના છારાનગર વિસ્તારમાં રહેતા 47 વર્ષીય પુરુષ, શહેરના કડીયાવાડ વિસ્તારમાં રહેતી 50 વર્ષીય મહિલા અને મેઘરજ તાલુકાના પાદરામાં રહેતી 24 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...