કાર્યવાહી:ગાજણ પાસેથી કતલખાને લઇ જવાતાં 3 ગાય, વાછરડા અને બળદ બચાવાયો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીકઅપ ડાલામાં મરણતોલ હાલતમાં પશુઓ ભરેલા હતા
  • મોડાસા​​​​​​​ રૂરલ પોલીસે રાણા સૈયદના ડાલા ચાલકને જેલહવાલે કર્યો

શામળાજી મોડાસા નેશનલ હાઈવે ઉપર આવેલા ગાજણ પાસેથી કતલખાને લઇ જવાતા 3 ગાય વાછરડા અને એક બળદને મરણતોલ હાલતમાં રાખવામાં આવેલા ડાલાને પોલીસે ઝડપી પાડી મોડાસાના રાણા સૈયદના ચાલકને જેલ હવાલે કર્યો હતો.

મોડાસા રૂરલ પોલીસને બાતમી મળી હતી કે શામળાજી હાઇવે તરફ થી મોડાસા આવતા ડાલા નંબર gj 36 t 1070 માં પશુઓ ભરીને કતલખાને લઇ જવાતા હોવાની માહિતીના આધારે પોલીસે ગાજણની સીમમાં વોચ ગોઠવી ડાલાને ઝડપી તલાશી લેતાં અંદર પાણી વગર મરણતોલ ખીચોખીચ હાલતમાં ભરેલા ત્રણ ગાય વાછરડા અને એક બળદ મળી આવ્યા હતા.

પોલીસે રૂ. 6000 ના ત્રણ ગાય વાછરડા અને રૂ. 4000 ના બળદ તેમજ ડાલા સહિત કુલ રૂ. 310000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કતલખાને લઇ જવાતા પશુઓને પાંજરાપોળ ખાતે મોકલવા તજવીજ હાથ ધરી હતી. આ અંગે વિશાલકુમાર ખાંટ રહે ખલીપુર તાલુકો મોડાસાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઈકબાલ હુસેન શેરખાન મુલતાની રહે. રાણાસૈયદ મોડાસા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

જિલ્લામાં કતલખાને ધકેલાતા પશુઓને બચાવવા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવા લોકમાંગણી
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી પશુઓને કતલખાને કતલખાને ધકેલવાનો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. જિલ્લામાં ઘણા લાંબા સમય બાદ પશુઓને કતલખાને ધકેલાતા હોવાનો ગામડાના એક જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરાઇ ત્યારે ગૌવંશને બચાવવામાં પોલીસ સફળ રહી છે. ત્યારે જિલ્લાના ગામડાના અંતરિયાળ રસ્તા ઉપર પણ પોલીસ સઘન ચેકિંગ હાથ ધરે તેવી પ્રજાની માગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...