તપાસ:મોડાસામાં કતલખાને લઈ જવાતી 3 ગાયો બચાવાઇ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાયો મરણતોલ હાલતમાં બાંધી હતી
  • ચાલક ઝબ્બે, 2.80 લાખની મત્તા જપ્ત

મોડાસામાં જૂના બસ સ્ટેશન પોલીસચોકી પાસેથી પોલીસે બાતમીના આધારે ડાલામાં મરણતોલ હાલતમાં કતલખાને લઈ જવાથી 3 ગાયોને ઝડપી ડાલા ચાલક સામે ગુનો નોંધ્યો હતો.મોડાસા ટાઉન પોલીસે શામળાજીથી મોડાસા તરફ આવતા ડાલા નંબર જીજે જીરો 7 વાય ઝેડ 1722 માં પશુઓને રાણા સૈયદ તરફ કતલખાને લઇ જવાતા હોવાની માહિતીના આધારે પોલીસે ચોકી પાસે ડાલાની તપાસ કરતાં અંદર ખીચોખીચ મરણતોલ હાલતમાં પાણી અને ઘાસચારાની સુવિધા વિના મોઢાના અને પગના ભાગે રસીથી બાંધેલી રૂ. 30 હજારની 3 ગાયો મળી હતી. પોલીસે ડાલા સહિત રૂ. 2.80 લાખનો મુદ્દામાલ કબજે લઇને સરફરાજ યુસુફભાઈ વણઝારા રહે. રાણા સૈયદ મોડાસા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...