ચોરી:ભવાનપુર અને શામળપુરમાં બે મકાનોમાંથી 2.76 લાખની ચોરી

મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડા તાલુકામાં ચોરોએ તરખાટ મચાવ્યો

ભિલોડાના ભવાનપુર અને શામળપુરમાં ચોરોએ એક જ રાત્રિમાં બે મકાનો માં આગળના અને પાછળના ભાગેથી ઘૂસી ચીજવસ્તુઓ રફેદફે કરી બંને મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ સહિત કુલ રૂ. 2,76,600ની મત્તા ચોરી કરીને પલાયન થઈ જતાં ભિલોડા પોલીસ ગુનો નોંધાયો હતો

ભવાનપુરમાં શુક્રવારની રાત્રિ દરમિયાન મકાનના આગળના ભાગેથી ઘૂસી કબાટમાં અને પેટીમાં મુકેલા સોનાના દાગીના 14 ગ્રામ અને ચાંદીના 185 તોલા અને રોકડ સહિત કુલ રૂ. 195500ની મત્તા ચોરીને અંજામ આપીને ચોરો પલાયન થઈ જતાં નાનજીભાઈ ધીરાભાઈ મારીવાડે ફરિયાદ નોંધાવી હતી. શામળપુર નવાઘરામાં રાત્રે ખાંટ પરિવારના મકાનના આગળના ભાગેથી ઘૂસી કપડાં તેમજ પેટી અને કબાટ રફેદફે કરી તેમાં રહેલા સોનાની બુટ્ટી તથા ચાંદીના દાગીના 73 તોલા અને રૂ. 20 હજાર રોકડા સહિત કુલ રૂ. 81100 ની મત્તાની ચોરીને અંજામ આપીને તસ્કરો પલાયન થઈ જતાં પંકજકુમાર નાથાભાઈ ખાંટે ભિલોડાપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...