તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:નિવૃત્ત પોલીસકર્મીના ઘરે ઘરઘંટીનો ડેમો બતાવવાનું કહી 26હજારની ચોરી

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોડાસા તાલુકાના સરડોઇમાં ત્રણ ગઠિયા ખેલ કરી ગયા
 • પોલીસકર્મી ચા બનાવવા ઠગો માટે દૂધ લેવા બજારમાં ગયા અને ચોરો ફાવી ગયા

મોડાસાના સરડોઇમાં નિવૃત્ત પોલીસકર્મીની નજર ચૂકવીને 3 ગઠિયાઓ રોકડ સહિત રૂ. 26200 ની મત્તા લઇને ફરાર થતાં મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કારમાં આવેલા ત્રણ શખ્સો ઘરઘંટીનો ડેમો બતાવવાનું કહી પોલીસ કર્મીને વિશ્વાસમાં લઈને ગુનાને અંજામ આપ્યો હતો.

સરડોઇમાં નિવૃત્ત પોલીસ કર્મી રતિલાલ રામજીભાઈ ભોઈના 5 માર્ચે કાર લઈને ત્રણ શખ્સો આવ્યા હતા અને કહેવા લાગ્યા કે ઘરઘંટીનો ડેમો બતાવવા આવ્યા છીએ તેવું કહીને પોલીસ કર્મીને વિશ્વાસમાં લીધો હતો. નિવૃત્ત પોલીસ કર્મીને વિશ્વાસ આવતાં ઉપરોક્ત લોકો માટે ચા બનાવવા દૂધ લેવા બજારમાં જતા ઠગ ટોળકી ટેબલમાં ખાનામાં રહેલા રોકડ 22000 તેમજ કાંડા ઘડિયાળ કિં. 900 તથા મોબાઇલ કિં.1700 વુફર સ્પીકર કિં. 1600 કુલ રૂ. 26200ની મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો. રતિલાલ રામજીભાઈ ભોઈએ સંજયભાઈ પી. રહે ઘોડાસર અમદાવાદ, યોગેશભાઈ બામણીયા રહે. લીલછા તા. ભિલોડા અને મેહુલભાઈ ઇડર વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો