તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડાલામાં સડેલા વટાણાની આડમાં લઇ જવાતો 2.56 લાખનો દારૂ જપ્ત

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શામળાજીના અણસોલ પાસેથી પોલીસે વિદેશી દારૂ પકડ્યો
 • 4.58 નો મુદ્દામાલ જપ્ત, ચાલક અને દારૂ ભરી આપનાર સામે ફરિયાદ

શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર ડાલામાં સડી ગયેલા વટાણાના ભરેલા કોથળાની આડમાં લઇ જવાતો રૂ. 2,56,320નો વિદેશી દારૂ ઝડપી ચાલકને જેલ હવાલે કર્યો હતો. વિદેશી દારૂ ભરી આપનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ શામળાજી પી.એસ.આઈ એ એમ દેસાઈએ હાથ ધરી છે.શામળાજી પોલીસ સ્ટેશનના જગદીશભાઈ અને વિશ્વદિપસિંહ તેમજ રણધિરસિંહ નેશનલ હાઈવે પર કોમ્બીંગ દરમિયાન ઉદેપુર તરફથી આવતા ડાલુ નંબર આરજે 06GA1327 ને અણસોલ ચેકપોસ્ટ પાસે અટકાવીને તલાસી લેતાં સડી ગયેલા વટાણાના કોથળાની આડમાં છુપાવીને લઇ જવાતો રૂ. 256320નો દારૂ મળ્યો હતો.

પોલીસે ડાલુ અને દારૂ સહિતનો કુલ રૂ. 4,58,620નો મુદ્દામાલ કબજે લઇ ચાલક કૈલાશ ચંદ્રહજારીજી પેમાજી માલી દોલતપુરા દેવગઢ જિ.રાજસમંદ રાજસ્થાન ને ઝડપી તેની પૂછપરછ હાથ ધરતાં ઉપરોક્ત વિદેશી દારૂનો જથ્થો શિવલાલ પન્નાલાલ માલી રહે. પુરાની સબ્જીમંડી દેવગઢના શખ્સે ભરી આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે ઉપરોકત આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો