તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:અરવલ્લી જિ.પં.માં 204 ફોર્મ ઉપડ્યા, તેની સામે 3 જ ભરાયાં

મોડાસા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 6 તા.પં.માં 625 ફોર્મ ઉપડ્યા, માત્ર 22 ઉમેદવારી ફોર્મ ભરાયા

અરવલ્લી જિલ્લા પંચાયતની 30 બેઠકો પર અત્યાર સુધી 204 ફોર્મનું વિતરણ કરાયું છે. જેની સામે 11 ફેબ્રુઆરી સુધીમાં માત્ર 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું નોંધાયું છે. જ્યારે 6 તા.પં.માં 625 ફોર્મ ઉપડ્ય છે અને તેની સામે માત્ર 22 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.

જિલ્લા પંચાયત હસ્તકની મોડાસા જિલ્લા પંચાયતમાં બેઠકો પર 28અને ભિલોડા 34, મેઘરજ 27, બાયડ 75, ધનસુરા 17 અને માલપુર તાલુકા માં આવતી જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે 23 ઉમેદવારોએ ફોર્મ લીધા હોવાથી કુલ 204 ઉમેદવારોએ ફોર્મ લીધા હોવાનું નોંધાયુ છે.જેમાં પ્રથમ દિવસે 1 અપક્ષ અને 11 ફેબ્રુઆરીએ 1 કોંગ્રેસમાંથી અને 1 અપક્ષમાંથી એમ કુલ 3 ઉમેદવારોએ જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે. અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકના 6 તાલુકાની 128 બેઠકો માટે 625 ઉમેદવારોએ ફોર્મ લીધા છે. જેમાં બે દિવસમાં કોંગ્રેસના 11 અને અન્ય 7 તેમજ અપક્ષ 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો