કોરોનાનો કહેર:અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધુ 2 કેસ, મોડાસામાં અને ધનસુરાના નવલપુર ગામે 1-1 સંક્રમિત

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં સોમવારે 2 કેસ નોંધાયા હતા. જેમાં મોડાસા શહેરમાં 1 અને ધનસુરા તાલુકાના નવલપુરમાં 1 કેસ નોંધાતાં જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 491 પહોંચી છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 396 પોઝિટિવ દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. 35 કોરોના પોઝિટિવ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

સોમવારે મોડાસા શહેરના મેઘરજ રોડ પર રહેતા 36 વર્ષીય પુરુષ અને ધનસુરા તાલુકાના નવલપુરમાં રહેતા 55 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતાં બંનેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. વધુ 2 કેસ નોંધાતાં જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 491 એ પહોંચી ગઇ છે. જ્યારે 396 દર્દીઓને અત્યારસુધી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 35 દર્દીઓ હાલ જુદી જુદી જગ્યાએ સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...