કાર્યવાહી:ભિલોડાના ભેટાલી ઘાટા પાસે કારમાં 2 લાખનો દારૂ ઝડપાયો

મોડાસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડા પોલીસે અમદાવાદની મહિલા સહિત 2 શખ્સોને ઝડપી જેલ હવાલે કર્યા

ભિલોડા પોલીસે તાલુકાના ભેટાલી ઘાટા રોડ પાસે સ્કોડા ગાડીની તલાસી લેતાં રૂપિયા 2,08,560નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ સાથે ઝડપાયેલી અમદાવાદની મહિલા અને યુવાનને જેલ હવાલે કરી આગળની તપાસ હાથ ધરી છે. ભિલોડા પોલીસ મોડાસાથી ભિલોડા તરફ પરત ફરી રહી હતી દરમિયાન ભેટાલી રોડ પાસેથી પસાર થતી સ્કોડા ગાડી (જીજે 06 જે.એમ 9113) અટકાવીને તેની તલાસી લેતાં ગાડીમાથી રૂપિયા 2,08,560નો વિદેશી દારૂ અને બિયરની 336 બોટલ મળી આવ્યા હતા.

પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને ગાડી સહિત કુલ રૂપિયા 4,22,560નો મુદ્દામાલ કબજે લઇને કુણાલ ઉર્ફે કુનલ રમેશભાઈ રાજપુત રહે.પાવાપુરી ફ્લેટ, ઘાટલોડિયા અમદાવાદ અને રૂપલબેન રાજેન ઉર્ફે રાજેન્દ્રભાઈ શાહ રહે.સ્વામિનારાયણ કેશલ નિર્ણયનગર, રાણીપ, અમદાવાદને ઝડપી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...