તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • 2 In Dhansura, 1 1 Infected In Jodhpur Village Of Bhiloda In Medhasan Of Modasa, 4 More Cases Of Corona In Aravalli, 2 Discharges

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ધનસુરામાં 2, મોડાસાના મેઢાસણમાં, ભિલોડાના જોધપુર ગામે 1-1 સંક્રમિત, અરવલ્લીમાં કોરોનાના વધુ 4 કેસ, 2 ડિસ્ચાર્જ

મોડાસા6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધનસુરા નવોદય વિદ્યાલયના આચાર્ય પણ ઝપટમાં

અરવલ્લી જિલ્લામાં મોડાસાના મેઢાસણમાં 1, ભિલોડાના જોધપુરની મહિલા અને ધનસુરા નવોદય વિદ્યાલયના આચાર્ય તેમજ ધનસુરામાં મહિલા સહિત કોરોના પોઝિટિવના વધુ ચાર કેસ નોંધાતાં જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 583 પહોંચી છે. બે દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા.મેઢાસણમાં રહેતો 35 વર્ષીય પુરુષ, ભિલોડાના જોધપુરમાં રહેતી 55 વર્ષીય મહિલા, ધનસુરામાં રહેતી 24 વર્ષીય મહિલા અને ધનસુરા નવોદય વિદ્યાલયના 46 વર્ષીય આચાર્યને કોરોના પોઝિટિવ થતાં તમામ દર્દીઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

ધનસુરાની નવોદય વિદ્યાલયના આચાર્યને કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલ સ્ટાફના અન્ય કર્મીઓના મેડિકલ ચેકઅપ કરવાની કાર્યવાહી તેમજ નવોદય વિદ્યાલયને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોડાસા શહેરી વિસ્તારની મહિલા અને પુરુષે કોરોનાને મ્હાત આપતાં રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો