તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મેઘરજના રામગઢી અને મોડાસાના વિષ્ણુપુરા કંપામાંથી ડિગ્રી વિનાના 2 બોગસ તબીબ ઝબ્બે

સીસોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
રામગઢીમાંથી બોગસ તબીબ ઝડપાઇ ગયો. - Divya Bhaskar
રામગઢીમાંથી બોગસ તબીબ ઝડપાઇ ગયો.
  • અરવલ્લી જિલ્લામાં એસઓજી અને એલસીબીએ બે જગ્યાથી બોગસ તબીબ પકડ્યા
  • બોગસ તબીબ જયેશ ગોરે ઘરમાં દવાખાનું ખોલ્યું હતું

અરવલ્લી એસ.ઓ.જી.એ મેઘરજના રામગઢીમાં ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતાં અને લાયસન્સ વગર એલોપેથી દવાઓ રાખનાર બોગસ તબીબને રૂ.66743 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. એસ.ઓ.જી.એ બાતમી આધારે પોતાના ઘરમાં જ દવાખાનું ચલાવતા જયેશ દશરથભાઇ ગોરના ત્યાં સાંજે રેડ કરતાં બોગસ તબીબ રંગે હાથ ઝડપાઇ ગયો હતો.

તપાસ કરતાં ઘરમાં તેમજ કબાટમાં રૂ.940 રોકડા અને દવા,ગોળી અને મેડિકલ સાધનો સહિતની રૂ.65803.39 કિંમતની એલોપેથી દવાઓ મળી કુલ રૂ.66743 નો મુદ્દામાલ કબ્જે લઈ બોગસ તબીબને એસઓજી.પી.આઈ.જે.પી.ભરવાડ સહિતની ટીમે ઘરેથી ઝડપી પાડી ઈ.પી.કો.કલમ 419 તથા ધી.ગુજરાત રજિસ્ટ્રાર મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ 1963 ની કલમ 30 મુજબ ગુનો નોંધ્યો હતો.

બોગસ તબીબ હિતેશ પટેલે ધો. 12 પાસ પછી ડિપ્લોમા કર્યો

અરવલ્લી એલસીબીએ વિષ્ણુપુરાકંપામાંથી બોગસ તબીબ ઝડપ્યો હતો
અરવલ્લી એલસીબીએ વિષ્ણુપુરાકંપામાંથી બોગસ તબીબ ઝડપ્યો હતો

​​​​​​​અરવલ્લી એલસીબીએ મોડાસાના વિષ્ણુપુરા કંપામાંથી ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા હિતેશભાઈ જયંતીભાઈ પટેલને રૂ. 58960 ના મેડિકલ સાધનો અને દવાઓ સાથે ઝડપી લીધો હતો. એલસીબીની ટીમે બાતમી આધારે મોડાસાના વિષ્ણુપુરા કંપામાં ડિગ્રી વગરનો અને ધો. 12 પાસ કર્યા પછી ડિપ્લોમા કોર્સ કરેલો હિતેશભાઈ જયંતીભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી પોતાના ઘરે કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર મેડિકલ સાધનો એલોપેથિક દવાઓ ઇન્જેક્શન રાખીને મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાની માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરતાં ઉપરોક્ત ડિગ્રી વગરનો બોગસ તબીબ મેડિકલ સાધનો દવાઓ સાથે રૂ. 58960 ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...