કાર્યવાહી:શામળાજી ચેકપોસ્ટેથી ટ્રકમાંથી 19.89 લાખનો વિદેશી દારૂ જપ્ત

મોડાસા,શામળાજી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકમાં બેટરીના ખાલી ખોખાની આડમાં દારૂ લઇ જવાતો હતો

શામળાજી-ઉદેપુર નેશનલ હાઈવે પરથી બેટરીના ખાલી ખોખા ભરીને પસાર થઇ રહેલી ટ્રક પર ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારીને શંકા જતાં ટ્રકમાં લઇ જવાતો રૂ.19.89 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રક ચાલક ટ્રક મૂકીને ભાગી છૂટ્યો હતો.

શામળાજી ટીમ નં- 3ના ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારીની ટીમ ઉદયપુર નેશનલ હાઈવે ઉપર ફરજ બજાવતી હતી. તે દરમિયાન ઉદેપુર તરફથી આવતી ટ્રક નંબર આરજે 27 જીબી 6694ને અટકાવીને જીએસટીની ટીમે ટ્રક ચાલક પાસે જીએસટી ધારાના નિયમો હેઠળ દસ્તાવેજો ની ચકાસણી કરતાં જીએસટીની ટીમને શંકા જતા ઓફિસ આગળ લઈ ગયા હતા. દરમિયાન ડ્રાઈવર ટ્રક મૂકીને ભાગી છૂટ્યો હતો. શામળાજી પોલીસે તપાસ કરતાં બેટરીના ખાલી ખોખાની આડમાં ગેરકાયદે લઇ જવાતો રૂ. 19. 89 લાખ નો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...