તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મોડાસાની રસુલાબાદ સોસાયટીમાં દુકાનનું તાળુ તોડી બચતના1.80 લાખ રોકડની ચોરી

મોડાસા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેપારીએ બચતની રકમ કાઉન્ટરમાં મૂકી હતી, લોક તોડી અંજામ આપ્યો
 • વહેલી સવારે વેપારીની પત્ની દુકાને ગયા ત્યારે ચોરી થયાની ખબર પડી

મોડાસાના ડુંગરવાડા રોડ પર આવેલી રસુલાબાદ સોસાયટીમાં વેપારીની પોતાના ઘરની બાજુમાં આવેલી બંધ દુકાનનું લોક તોડી રાત્રે વેપારીએ બચત કરેલ કાઉન્ટરમાં મૂકેલા રોકડ 1.80 લાખ ઉઠાવી જતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે વેપારીએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની ઘટનાથી સોસાયટીમાં ચકચાર મચી ગઇ હતી.

રસુલાબાદ સોસાયટીમાં રહેતા ઈકબાલભાઈ ઉપાદની ઘરની બાજુમાં દુકાન આવેલી છે. આ વેપારી કરિયાણા સહિતનો વેપાર કરે છે. નિત્યક્રમ મુજબ શનિવારે મોડી સાંજે વેપારી દુકાન બંધ કરીને જમી પરવારીને સૂઈ ગયો હતો. દરમિયાન રવિવારની વહેલી સવારે તેમના પત્નીને દુકાનનો દરવાજા નું લોક તૂટેલું જણાતાં પતિને જાણ કરતાં દુકાન ખાતે દોડી ગયા હતા. તસ્કરોએ દુકાનના દરવાજાનું લોક તોડીને લોક નજીકમાં ફેંકી દીધું હતું અને અંદર ઘૂસીને કાઉન્ટરનું લોક તોડી વેપારીએ બચત કરેલા રૂ. 1.80 લાખ રોકડની ચોરીને અંજામ આપી તસ્કર ટોળકી પલાયન થઈ હતી.

વહેલી સવારે ડુંગરવાડા રોડ પરની દુકાનમાં ચોરી થયાનું જણાતાં આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. આ અંગે વેપારી ઈકબાલભાઈ અબ્દુલભાઈ ઉપાદે મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે રોકડ રૂ 1.80 લાખની ચોરીનો અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો