કોરોના અપડેટ:અરવલ્લી જિલ્લામાં કોરોનાના 17 કેસ નોંધાયા

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડામાં 6, મોડાસામાં 5, ધનસુરામાં 3, માલપુરમાં 2 અને મેઘરજમાં 1 કેસ

અરવલ્લી જિલ્લામાં શનિવારે કોરોના પોઝિટિવના 17 કેસ નોંધાયા હતા. જેમાં ભિલોડામાં 6, મોડાસામાં 5, ધનસુરામાં 3, માલપુરમાં 2 અને મેઘરજમાં 1 કેસ નોંધાયો હતો. ઉપરોક્ત વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અવરજવર ઉપર પ્રતિબંધ આદેશ કરાયા છે.

મોડાસાની શિવ વિલા સોસાયટી, તાલુકાના રામપુર, સાયરા, માથાસુરીયા અને ખંભીસરમાં, ભિલોડા તાલુકાના જુમસર, ખોડંબા, શામળપુર, મેરાવાળા, નાના સામેરા અને નાપડા તેમજ ધનસુરાના પ્રેમનગર કંપા, ભેસાવાડા અને લાલુ કંપા માલપુરની ગોર ફળી અને પટેલ ફળી તેમજ મેઘરજના ઇસરીમાં કેસ નોંધાતાં તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.ઉપરોક્ત વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અવરજવર ઉપર પ્રતિબંધ આદેશ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...