અભિયાન:અરવલ્લીમાં સુજલામ સુફલામ અંતર્ગત 157 કામ પૂર્ણ, કુલ 1267 કામ કરાશે

મોડાસા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં  સુજલામ સુફલામ જળ અભિયાનનાઅંતર્ગત કરવાના થતા કામો માસ્ટર પ્લાન મુજબ 1267 કામો હાથ ધરનાર છે,  જેમાંથી 157 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જયારે 518 કામો પ્રગતિમાં છે.  ચાલુ વર્ષે જળસંપત્તિ વિભાગના 1010, પાણી પુરવઠાના 51, ગ્રામ વિકાસના 108, વન વિભાગના 69, વોટર શેડના 23 તેમજ શહેરી વિસ્તારના 6 મળી કુલ 1267 કામ કરાશે જેમાં જિલ્લા કલેકટર  અમૃતેશ ઔરંગાબાદકરે સુજલામ-સુફલામ યોજના અંતર્ગત તળાવો ઉડા કરવાના ચાલતા કામો પૈકી મોડાસા નજીક ગાજણના તળાવની જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે મુલાકાત લઈ ત્યાં ચાલતા તળાવ ઊંડું કરવાના કામનું જાત નિરીક્ષણ  કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...