મોડાસાના ગાજણ ટોલનાકા પાસે વહેલી સવારે રાજસ્થાનથી પૂના જતી લક્ઝરી પલટી મારી જતાં 15 મુસાફરોને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગાજણકંપા પાસેથી વહેલી સવારે ચૌધરી મહાદેવ ટ્રાવેલ્સની લક્ઝરી 40 જેટલા મુસાફરોને લઇને રાજસ્થાનથી પૂના તરફ જઈ રહી હતી. દરમિયાન ચાલકને ઝોકું આવી જતાં લક્ઝરી પલટી મારી ગઇ હતી. લક્ઝરી પલટી મારતા મુસાફરોએ બૂમ અને રોકકળ કરી મૂકી હતી ઘટનાના પગલે ગાજણ ટોલનાકાના કર્મીઓ તેમજ ગાજણકંપાના લોકો હાઈવે પર દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં લક્ઝરી પલટી મારી ગયા બાદ ચાલક ભાગી છૂટ્યો હતો. અકસ્માતના પગલે પોલીસ દોડી ગઇ હતી અને નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થતાં રસ્તાને વન વે કરી ટ્રાફિક હળવો કરાયો હતો લક્ઝરીને જેસીબી અને ક્રેનની મદદથી માંડમાંડ રસ્તાની સાઇડમાંથી બહાર કાઢી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.