ફાળવણી:અરવલ્લી જિલ્લામાં 14830 મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો જથ્થો ફાળવાયો

મોડાસા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં રોજિંદા 100 થી 150 મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત: ખેતીવાડી અધિકારી

અરવલ્લીમાં છેલ્લા કેટલાય સમયથી બટાક, ઘઉં અને મકાઈ અને ચણા જેવા પાકોના વાવણી રાસાયણિક ખાતરોની ખેતી થતાં ખેડૂતો કચવાટ ઉભો થયો છે. સમયસર રાસાયણિક ખાતર ન મળવાના કારણે ખેડૂતોમાં પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે ખેડૂતોની માંગને પહોંચી વળવા જિલ્લામાં રોજિંદા 100 થી 150 મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત હોવાનું જિલ્લા નાયબ ખેતીવાડી અધિકારી એ.પી. પટેલે જણાવ્યું હતું. જિલ્લામાં કુલ 14830 મેટ્રિકટન રાસાયણિક ખાતરનો જથ્થો ફાળવાયો હતો. ખેડૂતોને ખાતર મેળવવામાં કોઇ તકલીફ હોય તો મોડાસા નાયબ ખેતી નિયામક દ્વારા જણાવવામાં આવ્યું હતું.

હાલ ઓક્ટોબર તેમજ નવેમ્બર- મહિનાની તા.16 નવેમ્બર સુધીમાં જુદી જુદી કંપનીઓ દ્વારા 4950 મેટ્રિક ટન એમ કુલ 14830મેટ્રિક ટન ખાતર સપ્લાય કરાયો હોવાનું જિલ્લા ખેતીવાડી વિભાગ જણાવી રહ્યું છે.

ખેડૂતોએ જરૂર મુજબ ખાતરની ખરીદી કરે તેમજ ખાતર વિક્રેતા કરનાર વેપારી પેઢી સંસ્થાઓને ભારપૂર્વક જણાવ્યું કે રાસાયણિક ખાતર વેચાણ દરમ્યાન ફરજીયાત પણે ખેડૂતોને POS મશીન મારફતે જ ખાતરનું વેચાણ કરે. આ ઉપરાંત ખાતર, બિચારણ અને જંતુનાશક દવાની ગુણવતા કે વેચાણ અંગે કોઇ શંકા કે સંશય હોય તો તરત જ નજીકમાં તાલુકા કક્ષાએ ખેતીવાડી અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ મદદનીશ ખેતી નિયામક નાયબ ખેતી નિયામક વિસ્તરણ અરવલ્લી, મોડાસા કચેરીના ટેલીફોન નં. 02774 250194 ઉપર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવા માટે નાયબ ખેતી નિયામક અલ્પેશ પટેલ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...