તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં 138 કોરોના દર્દીઓ સારવાર હેઠળ

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓનું 300 થી 350નું વેઇટિંગ ઘટી સપ્તાહમાં અત્યારે 40 થી 50 થયું

મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે તમામ મેડિકલ સુવિધા સાથે 138 બેડ પર કોરોનાના દર્દીનો સારવાર લઇ રહ્યા છે. જેમાં 17 જેટલા ઓક્સિજનવાળા બેડ અને 100 બેડ ઉપર વેન્ટિલેટરની સગવડ ઉભી કરાઈ છે. એક સપ્તાહ અગાઉ સાર્વજનિક હોસ્પિટલમાં કોરોના દર્દીઓનું 300 થી 350નું વેઇટિંગ હતું. જે ઘટીને અત્યારે 40 થી 50 થયું હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓ માટે શરૂઆતમાં 80 બેડ ઉભા કરાયા હતા. પરંતુ દર્દીઓ વધતાં હોસ્પિટલમાં દાતાઓ તરફથી મેડિકલ સાધનો માટે દાનની સરવાણી વહેતી થતા અત્યારે 138 બેડ ઉપર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ પૈકી 17 ઓક્સિજન વાળા અને 100 બેડ ઉપર વેન્ટિલેટરની વ્યવસ્થા ઉભી કરાઇ છે. છેલ્લા એક સપ્તાહમાં 60 કરતાં વધુ દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.

50 થી 60 દર્દીઓ ગંભીર હાલતમાં મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં 138 દર્દીઓ પૈકી 50 થી 60 જેટલા દર્દીઓ ક્રિટિકલ હાલતમાં સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા એક સપ્તાહથી સારવાર લઈ રહેલા દર્દીઓમાં સાજા થવાના કિસ્સામાં વધારો નોંધાયો છે. પરિણામે છેલ્લા 5 દિવસથી મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...