કાર્યવાહી:મોડાસાના મોચીવાડામાંથી 12હજારનો ગાંજો પકડાયો

મોડાસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા ટાઉન પોલીસે મૃતક મકાન માલિકના જમાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો

મોડાસા ટાઉન પોલીસે મોચીવાડા વિસ્તારમાં પોલીસે બંધ મકાનમાં રેડ કરીને મકાનમાં ગેરકાયદે છુપાવેલો ગાંજાનો રૂ.12165 નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે મૃતક મકાનમાલિકના જમાઈ વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.

અરવલ્લી જિલ્લામાં માદક પદાર્થ અને વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે તેના ભાગરૂપે પોલીસને બાતમી મળી હતી કે મોડાસા શહેર ના મોચીવાડા વિસ્તારમાં આવેલા બંધ મકાનમાં ગેરકાયદે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને તેનો વેપલો કરાતો હોવાની માહિતીના આધારે પોલીસે ઉપરોક્ત જગ્યા ઉપર રેડ કરતા બંધ મકાનની તલાસી લેતાં મકાનમાં ગેરકાયદે રાખવામાં આવેલો ગાંજાનો રૂ.પિયા 12165 નો 1216.52 ગ્રામ જથ્થો મળ્યો હતો. પોલીસે મૃતક મકાન માલિકના જમાઈ સલીમભાઈ ગુલુભાઈ ભાઈ મોડાસીયા રહે. ખાડિયા મોડાસા વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...