તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મોડાસા પાલિકાના વિવાદિત ભરતી પ્રકરણના 12 કર્મીઓ રજા પર ઉતરી જતાં અન્યને ચાર્જ અપાયો

મોડાસા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકોના કામો અટવાઇ નહીં તે માટે ચીફ ઓફિસર અન્ય કર્મીઓને ચાર્જ સોંપ્યો

મોડાસા નગરપાલિકામાં ફરજ બજાવતા 12 જેટલા કર્મચારીઓ વિવાદીત ભરતી પ્રકરણમાં રજા ઉપર ઉતરી જતા નગરપાલિકાના સત્તાવાળાઓએ શહેરીજનોના કામો અટવાઇ નહિ અને નગરપાલિકામાં રહેલી કામગીરી ઠપ ન થાય તે માટે નગરપાલિકામાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.મોડાસા નગરપાલિકામાં વર્ષ 2012માં જુદી જુદી જગ્યાઓ ભરવા માટે નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા 12 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી . આ વીવાદીત ભરતી પ્રક્રિયામાં અનેક સવાલો ઉઠ્યા હતા.

પરિણામે લાંબા સમયગાળા બાદ પ્રાદેશીક કમિશનરે ઉપરોક્ત વિવાદી ભરતી રદ કરવાનો આદેશ કરતા મોડાસા નગરપાલિકામાં ફરજ બજાવતા 12 કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા હતા. પરિણામે શહેરી વિસ્તારની પ્રજાની કામગીરી અને નગરપાલિકામાં વહીવટી કામગીરીમાં સરળતા રહે તે માટે નગરપાલિકાના સત્તાવાળાઓ દ્વારા અન્ય કર્મચારીઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

વિવાદિત ઉમેદવારોએ પ્રાદેશિક કમિશ્નર અને હાઇકોર્ટમાં કેવીએટ દાખલ કરી
પ્રાદેશિક કમિશનર દ્વારા મોડાસા નગરપાલિકાના 12 કર્મચારીઓની ભરતી રદ કરવાનો આદેશ થતાં 11 જેટલા વિવાદિત ઉમેદવારો વિવાદીત ભરતી સામે પ્રાદેશિક કમિશ્નરને હાઇકોર્ટમાં કેવીએટ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે. નગરપાલિકાના ભરતી પ્રકરણમાં તત્કાલીન અધિકારીઓ અને પદાધિકારીઓ ગાંધીનગર ખાતે દોડતાં થયા છે.મોડાસા નગરપાલિકામાં વર્ષ 2012માં જુદા જુદા વિભાગોમાં 12 જેટલા કર્મચારીઓની નગરપાલિકાના સત્તાવાળાઓ દ્વારા ભરતી કરીને ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ ભરતીનો વિવાદ સર્જાતાં તત્કાલીન કલેક્ટરની પૂર્વ મંજૂરીનો પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આ ભરતી પ્રકરણમાં 11 જેટલા વિવાદીતોએ સમગ્ર વિવાદિત ભરતી અંગે ઉચ કક્ષાએ રજૂઆત કરી હતી. આ વિવાદિત ભરતી પ્રકરણમાં પ્રાદેશિક કમિશનરે વર્ષ 2012ની ભરતી રદ કરવાનો આદેશ કરતાં 11 જેટલા વિવાદીત પ્રાદેશિક કમિશનર અને હાઇકોર્ટમાં કેવીએટ દાખલ કરી છે. આ ભરતી પ્રકરણમાં કેવીએટ દાખલ થતા નગરપાલિકાના સત્તાવાળાઓ અને વિવાદીત કર્મચારીઓ દોડતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...