તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:અરવલ્લીમાં 45 થી 59 વર્ષના 107273 લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 150 જેટલા સ્ટાફની ફાળવણી કરાઈ

અરવલ્લી જિલ્લામાં મોડાસા, ભિલોડા, બાયડ,મેઘરજ,માલપુર તથા ધનસુરાના જુદા-જુદા સેન્ટરો પર ૧૮ થી ૪૪, ૪૫ થી ૫૯ તથ ૬૦ ઉપરના લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાનું મહાઅભિયાનનું ઝુંબેશ હાથ ધરાયું છે. અરવલ્લી જિલ્લામાં ૪૫ થી ૫૯ વર્ષના લોકોને કોરોના રસીકરણ હેઠળ આવરી લેવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અરવલ્લીના જુદા-જુદા સેન્ટરો પર લોકોને રસી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. જેમાં અરવલ્લીના ૧૭૪૧૬૮ લોકોમાંથી અત્યાર સુધીમાં ૧૦૭૨૭૩ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.

અરવલ્લીમાં બીજી તરફ ૧૮ થી ૪૪ વર્ષના યુવાઓનું રસીકરણ થઇ રહ્યું છે, જેમાં જિલ્લાના ૫૧૧૬૬૫ યુવાનોમાંથી અત્યાર સુધીમાં ૩૪૨૩૫ યુવાનોને રસી અપાઈ છે. જ્યારે ૬૦ વર્ષ ઉપરના ૧૦૮૦૫૦ વૃદ્ધાઓમાંથી ૯૪૨૫૮ વૃદ્ધાઓને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે. અત્યાર સુધીમાં HCW,FLW, ૧૮ થી ૪૪, ૪૫ થી ૫૯ તથા ૬૦ વર્ષ ઉપરના ૨૫૬૫૫૧ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે HCW,FLW, ૪૫ થી ૫૯ તથા ૬૦ વર્ષ ઉપરના ૧૨૩૪૭૪ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. આ મહાઅભિયાનમાં આરોગ્ય વિભાગ દ્વારા ૧૫૦ જેટલા સ્ટાફની ફાળવણી કરાઇ છે.અને જિલ્લાના છ તાલુકાના આરોગ્ય વિભાગના પીએસસી અને સીએચસી સેન્ટરમાં અને રોજિંદા જુદા જુદા 15 જેટલા રસીકરણ કેન્દ્રો ઉભા કરી અભિયાન હાથ ધરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...