તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં 107, બાયડમાં 49 ફોર્મ માન્ય રહ્યા

મોડાસા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં 161 ફોર્મ ભરાયા હતા
 • મેન્ડેટ રજૂ કરી ન શકનાર ઉમેદવારો, સોગંદનામુ રજૂ કર્યું ન હોય મિલકતો જાહેર ન કરી હોય સહિતની ત્રુટીઓને કારણે ફોર્મ રદ થયા

મોડાસા પાલિકાની ચૂંટણીમાં 9 વોર્ડ માટેના 36 ઉમેદવારોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દરમ્યાન ચૂંટણી વિભાગ દ્વારા 107 ફોર્મ માન્ય થયા કર્યા હતા અને જુદા જુદા કારણો હેઠળ 54 ફોર્મ રદ થયા હતા. અરવલ્લી જિ.પંમાંં 72 ,6 તા.પં.માં 234 ફોર્મ રદ થયા હતા. જ્યારે બાયડમાં 49 ફોર્મ માન્ય રહ્યા હતા.મોડાસા પાલિકાની ચૂંટણીમાં 161 ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપમાં 46 કોંગ્રેસમાં 63 અન્ય 25 અને અપક્ષમાં 27 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

સોમવારે ફોર્મ ચકાસણી દરમ્યાન ભાજપના 20 કોંગ્રેસના 27 અન્ય 4 અપક્ષના 3 સહિત 54 ફોર્મ રદ થયા હતા. ચૂંટણી વિભાગ દ્વારા ભાજપના 26 કોંગ્રેસના 36 અન્ય 21 અને અપક્ષના 24 ફોર્મ માન્ય કરતા 107 ઉમેદવારોના ફોર્મ માન્ય થયા હતા. બાયડ પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દરમ્યાન 37 ફોર્મ જુદી જુદી ક્ષતિ ના કારણે રદ્દ થયા હતા. પાલિકાની ચૂંટણીમાં કુલ 86 ફોર્મ ભરાયા હતા.

અરવલ્લી જિ.પંમાંં 72 ,6 તા.પં.માં 234 ફોર્મ રદ થયા
અરવલ્લી જિલ્લા પંચાયતની 30 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં 162 ફોર્મ ભરાયા હતા. જેમાં ચકાસણી દરમિયાન 72 ફોર્મ અમાન્ય થતાં ચૂંટણી વિભાગે 90 ફોર્મ માન્ય કર્યા હતા. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના 30 કોંગ્રેસના 30 અન્ય 19 અને અપક્ષના11 ફોર્મ માન્ય થયા છે.જિલ્લા પંચાયત હસ્તકની મોડાસા, માલપુર, મેઘરજ, ધનસુરા, બાયડ અને ભિલોડા તાલુકા પંચાયતની કુલ 128 બેઠકો પર 598 ફોર્મ ભરાયા હતા. જેમાં ચકાસણી દરમિયાન તાલુકા પંચાયતમાં 234 ફોર્મ રદ થયા છે.જેમાં ભાજપના 112 કોંગ્રેસના 114 અન્ય 4 અને અપક્ષના 4 ફોર્મ રદ થયા હોવાનું નોંધાયું છે. જોકે ચૂંટણી વિભાગે ઉપરોક્ત તાલુકા પંચાયતોમાં 364 ફોર્મ માન્ય કર્યા છે. જેમાં બીજેપીના 128 કોંગ્રેસના 125 અને 64 અને અપક્ષ 47 ફોર્મ માન્ય થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો