પ્રસ્થાન:અરવલ્લી જિલ્લામાં 10605 ગામોને આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો લાભ મળશે

મોડાસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં જિલ્લા પંચાયતની 30 બેઠક પર 3 રથનું પ્રસ્થાન કરાયું

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મોડાસાના ભામાશા હોલમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલસિંહ રાજપૂતની હાજરીમાં જિલ્લાને ફાળવવામાં આવેલ 3 રથ દ્વારા જિલ્લા પંચાયતની 30 બેઠક પરથી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાયો હતો.

ગ્રામ યાત્રા અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૨૩૧ આવાસોનું ખાતમુહૂર્ત તથા રૂ.૧૨૬૯.૬૦ લાખના ૧૦૫૮ આવાસોનું લોકાર્પણ, મનરેગા યોજના અંતર્ગત રૂ.૨૮૩.૩૪ લાખના કેટલશેડ, આંગણવાડી, જળસંગ્રહસંચય, ગ્રામીણ આંતરિક રસ્તાઓ, વ્યક્તિગત સામૂહિક શોકપીટ સહીત કુલ ૩૪૯ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ.૮૪૬.૫૭ લાખના જળસંગ્રહ/સંચય, ગ્રામીણ આંતરિક રસ્તાઓ, વ્યક્તિગત/સામૂહિક શોકપીટ-વનીકરણ, નર્સરી સહીત કુલ ૯૩૦ કામોનું લોકાર્પણ, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અંતર્ગત જીલ્લામાં રૂ.૧૩૪ લાખના રીવોલ્વીંગ ફંડ, સી.આઈ.એફ. અને કેશ ક્રેડિટની સહાય,

સામજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિવિધ વ્યક્તિગત યોજના હેઠળ ૨૮૫ લાભાર્થીઓને રૂ.૮૨.૭૮ લાખની સહાય, જળ સંપત્તિ વિભાગ હેઠળ રૂ.૩૧.૯૪ લાખના ૩ વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત, પંચાયત વિભાગ દ્વારા ૧૫માં નાણાપંચ અંતર્ગત રૂ.૪૦૧.૫૫ લાખના ૧૫૮ વિવધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત તથા રૂ.૨૯૩.૩૧ લાખના ૧૧૩ વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તેમજ પાણી પુરવઠા વિભાગ અંતર્ગત રૂ.૪૧૧.૪૧ લાખના ૨૨ વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું

સરકારની વિવિધલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને તેનો લાભ દરેક પ્રજાએ લેવો જોઈએ. જીલ્લામાં ૩ રથો દ્વારા ૯૯૩ જેટલા રૂટો પર ૧૦૬૦૫ જેટલા ગામોને લાભ આપવામાં આવશે.આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત ત્રિદિવસીય કાર્યક્રમ યોજાશે. જેનો લાભ સર્વ જનતાને મળશે. ૯૦૦ જેટલા રસીકરણ કેમ્પ, ૮૪ જેટલા વર્કશોપ, ૧૦૦૦ જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જન-જન સુધી આ સુવિધાઓ પહોંચે અને ગામડાઓનો વિકાસ થાય તે માટે અભિયાન હાથ ધરાયું છે

આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ વિભાગ સાથે અન્ય ૧૧ વિભાગોને સાંકળી વિકાસના કાર્યોનું જીલ્લામાં કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૬ લાભાર્થીઓના આવાસનું લોકાર્પણ પ્રતિકાત્મક ચાવી NRLM યોજના હેઠળ ૬ લાભાર્થીઓને ૭,૦૦,૦૦૦ લાખના કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ચેકની પ્રતિકૃતિનું વિતરણ, ફળ અને શાકભાજીનું બગાડ અટકાવવા નાના વેચાણ કારોને વિના મુલ્યે છત્રી વિતરણ, ખેતીવાડી વિભાગની એ.જી.આર.યોજના હેઠળ ૫ લાભાર્થીઓને ૫ પેમેન્ટ ઓર્ડર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...