રોબોટિક્સ એન્ડ ઓટોમેશન પ્રોગ્રામ:મોડાસાની સરકારી ઇજનેરી કોલેજમાં રોબોટિક્સ એન્ડ ઓટોમેશન પ્રોગ્રામમાં 104 અધ્યાપકો જોડાયા

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમમાં હ્યુમોનોઇડ રોબોટિક્સ મનુષ્ય સહિતના વિષયો પર ચર્ચા કરાઇ

સરકારી ઇજનેરી કોલેજ મોડાસાના મિકેનીકલ વિભાગ દ્વરા આયોજિત અને એ. આઈ .સી . ટી.ઈ ટ્રેનિંગ એન્ડ લર્નીંગ અટલ એકેડેમી દ્વારા સ્પોન્સર થયેલ રોબોટિક્સ એન્ડ ઓટોમેશન ના ઓનલાઇન તાલીમ પ્રોગામમાં દેશભરમાંથી 104 જેટલા અધ્યાપકોએ ભાગ લીધો હતો.

અઠવાડિયાની તાલીમ દરમિયાન "રોબોટીક્સ એન્ડ ઓટોમેશનને સંલગ્ન અલગ અલગ વિષયો જેવા કે હ્યુમોનોઇડ રોબોટિક્સ મનુષ્ય જેવા અને તેમ જ રોબોટ રોબોટિક્સ મીકેનીઝમ, રોબોટ સેંસર, ઓટોમેશન અને મેન્યુફેકચરીંગ, ઇન્ડસ્ટ્રી 4.0 અને તેની ઉપયોગીતા પર ચર્ચા કરઇ હતી, જેમાં પ્રસિદ્ધ શૈક્ષણિક અને સંશોધન સંસ્થા ના એક્સપર્ટ જેમ કે રોબોટીક્સ સોસાયટી ઓફ ઇન્ડીયા અને કોલેજ ઓફ એન્જીનીયરીંગ, પૂણે ના ડૉ એસ.એસ. ઓલ દ્વારા હ્યુમોનોઇડ રોબોટીક્સ તેના ઇતિહાસ, ડીઝાઇન, વિવિધ મોડેલ અને તેની એપ્લીકેશન 2 એન્જીનીયરીંગ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, આસ્ટ્રેલિયાના ડો. મીલીંદ અને આરતી સિક્કુરા દ્વારા ઔગ્મેન્ટેડ રિયાલિટીવરચ્યુલ રિયાલિટી અને ડીજીટલ ટ્વીન મેન્યુફેકચરીંગ, 3 આઇ, આઇ, ટી, ખરગપુર ના ડૉ. અજય સિધપરા દ્વારા રોબોટેક્સ મેજરમેન્ટ, 4 જામીયા મીલીયા ઇસ્લામીયા, દિલ્હી ના ડૉ અર્પદ સિદ્દકી દ્વારા ફ્રિક્શન સ્ટીયર મેન્યુફેકચરીંગ તથા 5એમ, એસ. યુનિવર્સીટી નાડો, આકાશ પાંડે દ્વારા આર્ટીફીશ્યીલ ન્યુરલ નેટવર્ક થી સંચાલીત રોબોટ ઉપર વ્યાખ્યાન આપ્યુ હતું. ડીવાય પાટીલ યુનિવર્સીટી, પુણે ના ડૉ પ્રસિધ્ધ ત્રિવેદી, બીવીએમ કોલેજ, વીવીનગર ના ડો. એચ. પી. પટોલીયા, સરકારી ઇજનેરી કોલેજ, પાટણના ડો. એ. બી. ધ્રુવ, તથા સરકારી ઇજનેરી કોલેજ, મોડાસા ના ડૉ. ઉત્પલ શાહ અને ડો. ભરત ખત્રી ધ્વારા રોબોટીક્સ અને ઓટોનોમસના સાથે સંકળાયેલી ટેકનોલોજીના વિકાસ, અમલીકરણ, કૌશલ્ય વધારવાની અને વિકસાવવા અને આના મહત્તમ ઉપયોગ માટે ઉપબ્ધ આધુનિક ટેકનોલોજી પર વક્તવ્ય આપ્યુ હતું.સંચાલન સરકારી ઇજનેરી કોલેજ, મોડાસાના સહ પ્રાધ્યાપક ડો. ભરત ખત્રી કો-ઓર્ડીનેટરદ્વારા મીકેનીકલ વિભાગના વડા ડો. ઉત્પલ શાહ અને સંસ્થાના વડા ડો. બી. જે. શાહ ના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યું હતું. આયોજન કમિટીમાં સહાયક પ્રાધ્યાપક ડો. મિલાપ મઢીકર, પ્રો. સમૃધ્ધિ પટેલ, અને પ્રો, હિરેન પ્રજાપતિ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...