રસીકરણ:અરવલ્લીના 290 ગામોમાં 100 ટકા રસીકરણ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે રસીકરણ મહા અભિયાનમાં 88,000 લોકોનું રસીકરણ કરાશે

અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી 290 ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરાયું છે. પ્રથમ ડોઝમાં 94 ટકા લોકોને આવરી લેવાયા છે. જેમાં બાકી રહેતા લોકો માટે આજે જિલ્લાના વિવિધ સ્થળે આજે રસીકરણ મહા અભિયાન 88,000 લોકોનું રસીકરણ કરાશે. ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ કામગીરી તેજ બને તે માટે ગ્રામ સભાઓ તેમજ શહેરી વિસ્તારમાં રાત્રી સેશનનું પણ આયોજન હાથ ધર્યું છે. પરંતુ પ્રથમ ડોઝ બાકી રહેતા 46,523 જ્યારે બીજા ડોઝ માટે 88000 લોકોનું રસીકરણ કરfશે. જેના માટે 350થી વધુ રસીકરણ કેન્દ્ર પર આરોગ્ય કર્મીઓ ફરજ બજાવશે.

જાન્યુઆરીની સ્થિતિએ નોંધાયેલા 8,06,676 પૈકી 6,99,131 લોકોને રસી આપવાની થતી હતી. તેમાંથી 6,59,202 લોકોને રસી અપાઈ છે. જેમાં બાકી રહેતા લોકોમાં 82,864 લોકોએ અન્ય જીલ્લા અથવા બીજા રાજ્યમાં સ્થળાંતર કર્યું છે. જ્યારે 20 હજારથી વધુ મરણ પામ્યા છે. તો વળી 4202 લોકોને તબીબી કારણોસર રસી અપાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...