તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિઘા:વાત્રક ડેમમાંથી 100- માઝૂમમાંથી 40 ક્યુસેક પાણી છોડાયું

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં જીવાદોરી સમાન ગણાતા બંને ડેમોના પાણીથી ખેડૂતોને 2500 હેક્ટર જમીનમાં લાભ થશે

અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા વાત્રક અને માઝૂમ જળાશયમાંથી રવિ પાકની સિઝન માટે ખેડૂતોને પાણીનો ચોથો રાઉન્ડ શરૂ કરાયો છે. બંને જળાશયના પાણીથી ખેડૂતોની 2500 હેક્ટર કરતાં વધુ જમીન સિંચન થાય છે.ખેડૂતોને સમયસર નહેર દ્વારાપાણી મળવાના કારણે ઘઉં, મકાઈ, દિવેલા અને ચણાના પાકમાં મોટો ફાયદો થશે. સમયસર પાણી છોડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

જિલ્લામાં સૌથી મોટા ગણાતા અને 1 લાખ હેક્ટરમાં કમાન્ડ એરિયા ધરાવતા વાત્રક જળાશયમાંથી રવિ પાકની સીઝન માટે 100 ક્યુસેક પાણી નહેરમાં છોડાયું છે. વાત્રક જળાશયના પાણીથી ખેડૂતોની 1500 હેક્ટર કરતાં વધુ જમીન સિંચન થતી હોવાથી 3500 કરતાં વધુ ખેડૂતોને વાત્રક જળાશયના પાણી થી સીધો ફાયદો થાય છે.15 દિવસ માટે નહેરમાં શરૂ કરવામાં આવેલા પાણીનો ચોથો રાઉન્ડના ફાયદારૂપે ખેડૂતોને ઘઉં, મકાઈ અને દિવેલા તેમજ ચણા પાકમાં સમયસર પાણી મળી રહેતા ખેડૂતોમાં ઉપરોક્ત પાકોમાં ઉત્પાદન વધવાની આશા બંધાઈ છે.

મોડાસાના માઝૂમ જળાશયમાંથી રવિ પાકની સિઝન માટે ખેડૂતોને નહેર દ્વારા પાણી આપવામાં આવતા મોડાસા અને ધનસુરા તાલુકાના 1500 કરતાં વધુ ખેડૂતોને ફાયદો થયો છે. નહેરમાં 40 ક્યુસેક કરતાં વધુ પાણી છોડાતા ખેડૂતોની એક હજાર હેક્ટર જમીનમાં આવેલા શિયાળુ સિઝનના પાકોમાં સમયસર પાણી મળવાના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો