કોરોના કહેર:મોડાસા તાલુકાના 10 અને માલપુરના ત્રિકમપૂરમાં 1 કેસ

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેર સહિત તાલુકામાં 10 અનેમાલપુરના ત્રિકમપુરામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં જિલ્લામાં એક જ દિવસમાં કોરોના પોઝિટિવના 11 કેસ નોંધાતાં જિલ્લામાં કોરોના આંક 387એ પહોંચી છે. મોડાસા તાલુકાના કરસનપુરા કંપાના 68 વર્ષીય મહિલા, 52 વર્ષીય મહિલા તેમજ 54 વર્ષીય પુરુષ, અને પાલનપુરમાં રહેતા 60 વર્ષીય પુરુષ,39 વર્ષીય પુરુષ અને 65 વર્ષીય મહિલા સહિત ત્રણ કેસ નોંધાતાં હડકંપ મચી ગયો હતો.

તાલુકાના મદાપુરા કંપાના 78 વર્ષીય વૃદ્ધ અને મોડાસાની સાયરા ગામ પંચાયત વિસ્તારમાં આવેલા શ્રીરામ હેરિટેજમાં રહેતી 72 વર્ષીય મહિલા અને મોડાસા શહેરની દેવભૂમિ સોસાયટીમાં રહેતા 44 વર્ષીય પુરુષ અને મોડાસા તાલુકાના ટીટોઇમાં રહેતા 26 વર્ષીય યુવાન અને માલપુર તાલુકાના ત્રિકમપુરા માં રહેતા 28 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ત્રિકમપુર ગામનો યુવાન અમદાવાદથી આવ્યો હતો
માલપુરના ત્રિકમપુરના રહીશ 28 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ છે, જે યુવાન અમદાવાદ ખાતે રહેતો હોઈ ત્યાં તાવ, ઉધરસ, શરદીના લક્ષણો જણાતા પોતાના ઘરે આવ્યો હતો, સાર્વજનિક હોસ્પિટલ મોડાસામાં 28 ઓગસ્ટે કોરોનાનું સેમ્પલ લેવાતાં 29 ઓગસ્ટે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. ત્રિકમપુરના ડુંગળ વચ્ચે આવેલું હલકુ ફરિયાને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...