વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટીસ:માકરોડા ફાયરિંગ બટ વિસ્તારમાં 1થી 31 ડિસે. સુધી અવરજવર પર પ્રતિબંધ

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરિંગ બટ વિસ્તારમાં 1 મહિના સુધી જિલ્લાના પોલીસ અધિકારી-કર્મચારીઓનું વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટીસ કરાશે

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગંભીરપુરા માંકરોડા ગામમાં ફાયરિંગ બટ આવેલો છે. આ બટમાં અરવલ્લી જીલ્લાના પોલીસ અધિકારી-કર્મચારીઓનું વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટીસ કરવાનું હોઈ પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા દ્વારા તા.30 ઓક્ટોબર મંજૂરી પત્ર આપેલી છે. જે અંતર્ગત આ બટ વિસ્તારની હદમાં રહેતા આજુબાજુનાં પ્રજાજનોની સલામતી જાળવવા રાજ્ય પોલીસ અધિનિયમ અન્વયે તા. ૧ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાને મળેલ સત્તાની રૂએ ભિલોડા તાલુકાના ગંભીરપુરા માંકરોડા બટમાં અરવલ્લી જિલ્લાના પોલીસ અધિકારી-કર્મચારીઓનું સને 20 21 વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ કરવાની હોઈ ઉક્ત બટ વિસ્તારની આજુબાજુની વ્યક્તિઓએ ઉપરોકત જમીનની આજુબાજુ ૧.૬ કી.મી. ની ત્રિજ્યાના વિસ્તારમાં 1 ડિસેમ્બર થી 31૧ ડિસેમ્બર સુધી સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી પ્રવેશ કરવો નહિં અને સમયે ઢોર ઢાંખર લઇને પ્રવેશ કરવો કે કરાવવો નહીં. કલેકટર દ્વારા જાહેરનામાં બાબતે પોલીસ ખાતા દ્વારા આ જાહેરનામાથી સ્થાનિકો અવગત થઇ શકે તથા અકસ્માત નિવારી શકાય તે માટે પ્રચાર બોર્ડ મુકવા તથા ફાયરીંગના સમય દરમિયાન ચોકીનાકાબંધી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...