તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માલપુર ચાર રસ્તેથી ડાલામાંથી 1 લાખનો બાયોડીઝલનો જથ્થો જપ્ત

મોડાસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 બેરલમાં 2000 લિટર બાયોડીઝલ સાથે સુરતનો શખ્સ પકડાયો
  • જથ્થો ભિલોડાના રમેશ નામના શખ્સે મંગાવ્યો હોવાથી તેની સામે પણ ગુનો

માલપુર ચાર રસ્તેથી પોલીસે પીકઅપ ડાલામાં ગેરકાયદે લઇ જવાતો 10 બેરલમાં 2000 લિટર ભરેલો જથ્થો બાયોડીઝલ કિં. 1 લાખ કબજે લઇને સુરતના વરાછાના ડાલા ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ જથ્થો ભિલોડાના રમેશ નામના શખ્સે મંગાવ્યો હોવાથી તેની સામે પણ ગુનો નોંધાયો છે.

માલપુર પોલીસ ગોધરા મોડાસા નેશનલ હાઇવે પર વાહન ચેકિંગ કરતી હતી. તે દરમિયાન માલપુર ચાર રસ્તા પરથી પસાર થતાં પીકઅપ ડાલા નંબર જીજે 05 બીએક્ષ 9938 ને અટકાવીને તલાશી લેતાં ડાલામાં 10 જેટલા બેરલમાં ગેરકાયદે લઇ જવાતો બાયોડીઝલનો 2000 લિટર જથ્થો હોવાનું બહાર આવ્યું હતું.

​​​​​​​પોલીસે ઉપરોકત જથ્થો કોઇપણ અધિકારીના પરવાના વગર અથવા તો ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર જોખમકારક હોવાનું જાણવા છતાં બેદરકારીપૂર્વક રાખવામાં આવતા પોલીસે ડાલા ના ચાલક કિશોરભાઈ નાથાભાઈ તેરવાડિયા રહે ઢોળવા તા. ભેસાણ જિ. જૂનાગઢ હાલ રહે. ખોડીયાર નગર રોડ અશ્વિન સોસાયટી વરાછા સુરત અને બાયોડીઝલનો જથ્થો આપનાર મહેશભાઈ વશરામ ભાઈ ચોવટીયા વિરાજનંદની જય અંબે મંદિર પાસે કામરેજ સુરત અને બાયોડીઝલનો આ જથ્થો મંગાવનાર ભિલોડાના રમેશભાઈ નામના શખ્સ સામે ગુનો દાખલ કરી રૂ. 1 લાખનો જથ્થો અને ડાલા સહિત રૂ. 3 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...