તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ભિલોડામાં 1 ઈંચ,માલપુરના સખવાણીયા ભુતા પંથકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુતા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતા ઘાસચારાનો સોથ વળી ગયો

અરવલ્લી જિલ્લામાં બે દિવસથી મેઘમહેર થતાં ચોમાસુ પાકોને જીવતદાન મળ્યું હતું. બુધવારે ભિલોડામાં એક ઇંચ અને માલપુર તાલુકાના સખવાણીયા ભુતા અને બુટીયા પંથકમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. મંગળવારે તોફાની વરસાદના કારણે ખેડૂતોના ચોમાસુ પાકોનો આંડો સા થ વળી ગયો હતો

બુધવારે ભિલોડા પંથકમાં દિવસ દરમિયાન 1 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. પાણી વગર ચીમરાઈ રહેલા મગફળી, કપાસ અને કઠોળના પાકોને જીવતદાન મળ્યું હતું. ભિલોડા તાલુકામાં છુટા છવાયા જુદા જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા આકાશી ખેતી ઉપર નભતા ખેડૂતોને વરસાદના પગલે મોટી રાહત થઇ હતી.

માલપુર તાલુકાના સખવાણીયા ભુતા અને બુટીયા પંથકમાં બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવવાની સાથે 1 કલાકના સમયમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ તૂટી પડ્યો હતો. તાલુકાના ટુણાદર અને ભુતા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતા ખેડૂતોના સુંઢિયા અને ઘાસચારાનો સોથ વળી ગયો હતો. પરિણામે ખેડૂતોને નુકસાની ભોગવવાની નોબત આવી હતી ફોટા છે

અન્ય સમાચારો પણ છે...