તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપરાધ:મેઘરજના બોરસી પાસે કારમાંથી રૂ.96હજારના દારૂ સાથે બે ઝડપાયા

મેઘરજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેઘરજ પોલીસે બોરસી પાસેથી રૂ.૪.૯૮ લાખના દારૂના મુદ્દામાલ સાથે બે બુટલેગરોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મેઘરજ ઈ.પી.આઈ.જે.પી.ભરવાડ અને પોલીસ કર્મીઓ બોરસી પાસે બાતમીના આધારે નાકાબંધી દરમિયાન ઈન્ડીગો કાર આવતા કારને ઉભી રાખી ગાડીના અંદર તપાસ કરતા કારમાંથી રૂ. 96હજારનો દારૂ ઝડપી પાડ્યો હતો. કાર નં.GJ01DV 2395  કિં. રૂ.૪૦૦૦૦૦ તથા મોબાઇલ નંગ ૨ રૂ.૨૦૦૦ મળી કુલ રૂ.૪.૯૮ લાખના પ્રોહીબીશન મુદ્દામાલ સાથે  વનરાજસિંહ કરણસિંહ જાડેજા તથા મખુસિંહ દલપતસિંહ જાડેજા બંને રહે.દહેગામડા,તા. ભિલોડાને ઝડપી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...