તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:વીજકર્મીઓ સાથે બબાલ કરી બે શખ્સોએ ગાડીના કાચ ફોડી નાખ્યા

મેઘરજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાણીબારમાં વીજ કંપનીની ગાડી પર પથ્થરમારો કર્યો. - Divya Bhaskar
પાણીબારમાં વીજ કંપનીની ગાડી પર પથ્થરમારો કર્યો.
 • મેઘરજના નવા પાણીબારમાં વીજચેકિંગ વખતે પથ્થરમારો
 • મારા પિતા પણ ખેડબ્રહ્મા જીઈબીમાં નોકરી કરે છે કહી હુમલો

મેઘરજના નવા પાણીબારમાં રવિવારની વહેલી સવારે વીજ ચેકિંગમાં ગયેલ વીજકર્મીઓ સાથે બબાલ કરી ગાડીના કાચ તોડી નાખતાં વીજતંત્રએ બે શખ્સો સામે ઇસરી પોલીસ મથકે ફરિયાદ નોંધવા લેખિતમાં જાણ કરી છે. મેઘરજ ઘટક-2 અને માલપુર વિભાગની ટીમ દ્વારા રવિવાર વહેલી સવારે નવાપાણીબારમાં વીજ દરોડા પાડ્યા હતા. જે અન્વયે વીજ ચોરી કરનાર પ્રકાશભાઈ મકનાભાઈ ગામેતી પોતાનું વીજ કનેક્શન ધરાવતા ન હોવા છતાં ગેરકાયદે થાંભલીથી દોરડુ લાંબુ કરી વીજ ચોરી કરતા ઝડપાતાં વીજકર્મીઓએ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરતાં પ્રકાશભાઈએ વીજકર્મીઓ સાથે ઝઘડો કર્યો હતો.

જેમનું ઉપરાણુ લઈ જયદીપ ડામોરનાઓ આવી ગયેલા અને કહેતો હતો કે મારા પિતા પણ ખેડબ્રહ્મા જી.ઈ.બીમાં નોકરી કરે છે તેવું કહી વીજકર્મીઓની ગાડી રોકી ગાડી પર પથ્થરમારો કર્યો હતો અને ગાડી નં.GJ31T 3799 પર પથ્થરો ફેંકી ગાડીના પાછળના ભાગના કાચ ફોડી નાખ્યા હતા. આ ઘટના અંગે મેઘરજ યુજીવીસીએલ કચેરીના ઘટક-2 ના નાયબ ઈજનેર હરીશ આર.કલાસ્વાએ બંને હુમલાખોરો સામે ફરજમાં રુકાવટ અને વીજધારા કલમ 2003 ની કલમ 135 મુજબ કાર્યવાહી કરવા ઈસરી પોલીસને લેખિતમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો