વતન વાપસી:મેઘરજના તબીબનો પુત્ર યુક્રેનથી પરત ફરતાં પરિવારમાં ખુશી છવાઈ

મેઘરજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુક્રેનમાં તબીબી અભ્યાસ અર્થે ગયેલ મેઘરજનો વિદ્યાર્થી પરત માદરે વતન આવતાં પરિવારજનોએ સ્વાગત કર્યુ હતું.

મૂળ માલપુરના અને મેઘરજની સિવિલમાં તબીબ તરીકે ફરજ બજાવતા ર્ડો.રસિકલાલ પટેલનો પુત્ર હર્ષ પટેલ તબીબી અભ્યાસ અર્થે યુક્રેન ગયો હતો. મેઘરજ મામલતદાર સજ્જનસિંહ ચૌહાણ અને વહીવટીતંત્રે યુક્રેનમાં ફસાયેલ મેઘરજમાં રહેતા પરિવારજનોની મુલાકાત લઇ જરૂરી મદદ કરી યુક્રેનમાં ફસાયેલ હર્ષ શુક્રવારે મેઘરજ આવતા સરકારી રેસ્ટ હાઉસમાં પરિવારજનો અને રાજકીય પક્ષોએ સ્વાગત કર્યુ હતું. ત્યારે યુવકની માતાના આખમાંથી આંસુ આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...