તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રજામાં ભારે રોષ:મેઘરજના રમાડથી નવીવસાહત થઈને ઢેમડા જતો બિસમાર માર્ગ આજદિન સુધી પાકો ન બન્યો નથી

મેઘરજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા બિસમાર અને ધુળિયા માર્ગને તાકીદે પાકો બનાવવા લોકોની માંગ

મેઘરજ તાલુકાના રમાડ ગામે રમાડથી નવી વસાહત થઈને ઢેમડા જતો માર્ગ આઝાદીના આટલા વર્ષો સુધી પણ પાકો ન બનતા પંથકની પ્રજા બિસ્માર માર્ગથી ત્રાહીમામ પોકારી ઊઠી છે.ત્યારે આ રસ્તાને ચોમાસા પુર્વે પાકો બનાવવા પંથકની પ્રજામાં માંગ પ્રબળ બની છે.

મેઘરજના રમાડ ગામે રમાડથી નવીવસાહત થઈને ઢેમડા જતા માર્ગ ઊપર પ્રાથમિક શાળા અને આંગણવાડી અને આશરે એક હજારની વસ્તી ધરાવતા આદિવાસી સમાજના લોકોના મકાનો પણ આવેલા છે ત્યારે તંત્રએ વર્ષો પહેલા માત્ર મેટલ પાથરી સંતોષ માન્યો છે ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી આ બિસ્માર અને ધુળીયો માર્ગ પાકો બન્યો નથી ત્યારે રમાડથી સીધા ઢેમડા જવા આ સોર્ટકટ રસ્તો હોવાથી પાકા રસ્તાના અભાવે પ્રજાને ચોમાસામાં ઢેમડા જવા માટે આશરે દસ કીલોમીટરનુ અંતર કાપીને ફરીને જવાનો વારો આવે છે ત્યારે વારંવાર તંત્રને રજુઆતો કરવા છતા આ રસ્તો પાકો ન બનાવાતા પ્રજામાં ભારે રોષ ફેલાયો છે ત્યારે તંત્ર દ્વારા તાકિદે બિસ્માર રસ્તો પાકો બનાવવા પંથકની પ્રજામાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...