હત્યા કે આત્મહત્યા?:મેઘરજના લીંભોઈમાં મોંઢુ અને ગરદન તૂટેલી હાલતમાં મહિલાની લાશ મળી, સાસરિયાંએ હત્યા કર્યાની શંકા

મેઘરજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંભોઇમાં મહિલાની લાશ મળી - Divya Bhaskar
લીંભોઇમાં મહિલાની લાશ મળી
  • આધેડ મહિલાની લાશ ઘરની પાછળથી લોહીલુહાણ હાલતમાં મળતાં ચકચાર
  • પિયરિયાંઓએ મહિલાના પતિ અને પરિવાર પર હત્યા કર્યાનો આક્ષેપ કર્યો, પતિ રફૂચક્કર થયો

મેઘરજના લીંભોઈમાં 55 વર્ષીય મહિલાની લાશ પોતાના જ ઘરના પાછળના ભાગેથી મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ અંગે મૃતકના દીકરાએ પોતાના મામાને જાણ કરતાં મામા સહિત મૃતકના પિયરિયાંઓએ મહિલાને તેના પતિ અને સાસરિયાંઓએ મારી નાખ્યાનો આક્ષેપ કરતાં પોલીસે મહિલાના ફરાર પતિને શોધવા દોડધામ કરી મૂકી છે. આ અંગે મેઘરજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લીંભોઈમાં સોમવારે મૃતક ભુરીબેન ભીખાભાઈ કટારા (55) નો દીકરો દશરથભાઈ રાબેતા મુજબ વહેલી સવારે ઉઠતાં અને પોતાના માતા અને પિતાના ખાટલામાં જોતાં માતા અને પિતા જોવા ન મળતાં માતા-પિતાની શોધખોળ કરતાં તેની માતા મોઢામાંથી મોટા પ્રમાણમાં લોહી વહી ગયેલ હાલતમાં લાશ પોતાના ઘરના પાછળના ભાગે જોવા મળતાં મૃતકના દીકરા દશરથભાઈએ પોતાના મામા બાબુલાલ વાલાજી ડામોર રહે.સાદડિયા.તા.સીમલવાડા જિ.ડુંગરપુર રાજસ્થાનને ટેલિફોનથી બોલાવી માતાના મોત અંગે સમાચાર આપતાં મૃતકના ભાઈ બાબુલાલ ડામોર અને તેમના પરિવારજનો તાબડતોબ લીંભોઈમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ભૂરીબેન મૃત હાલતમાં અને મોઢામાંથી લોહી વહી ગયેલ તેમજ મોંઢુ અને ગરદન તૂટી ગયેલ હાલતમાં જણાતાં અને મૃતકના પતિ ભીખાભાઈ રમણભાઈ કટારા ફરાર હોવાનું જણાતાં મૃતકના ભાઈ બાબુલાલ વાલાજી ડામોરે મેઘરજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તેમજ મૃતકના પતિ અને પરિવારજનોએ મહિલાને મારી નાખી હોવાની શંકા દર્શાવી મેઘરજ પોલીસને જાણ કરતાં મેઘરજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થળ ઉપર પંચનામું કરી મહિલાને લાશને મેઘરજ સરકારી હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી મોતનું ચાક્કસ કારણ જાણવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...