તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:મેઘરજના ખેરાઈઢુંઢામાં સમ્પમાંથી સગીરની લાશ મળતાં ચકચાર મચી

મેઘરજ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સગીરના બંને પગે શર્ટની હાથના બાંયનો ભાગ કાપીને પગે બટન મારી પહેરેલ જોવા મળતા અનેક તર્ક વિતર્કો

મેઘરજ તાલુકાના પટેલઢુંઢા નજીક આવેલ ખેરાઈઢુંઢામાં સરકારી વોટર વર્કસના પાણીના ટાંકામાંથી 14 વર્ષીય સગીરની લાશ મળી આવતા ચકચાર મચી છે.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સગીરના બંને પગે શર્ટની હાથના બાંયનો ભાગ કાપીને પગે બટન મારી પહેરેલ જોવા મળતા અનેક તર્ક વિતર્કો લોકો દ્વારા કરાયા હતા.

ખેરાઈઢુંઢામાં સરકારી વોટર વર્કસના પાણીના ટાંકામાંથી ગામના ધર્મેન્દ્ર કનુભાઈ ડામોર (14) ની લાશ જોવા મળતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. આ અંગે મેઘરજ પોલીસને જાણ કરતાં મેઘરજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ લાશ પાણીના ટાંકામાંથી બહાર કાઢી મેઘરજ પોલીસે સ્થળ પંચનામુ કરી લાશને પી.એમ અર્થે મેઘરજની સરકારી હોસ્પિટલમાં ખેસેડી હતી. મેઘરજ પોલીસ સ્ટેશનના ઈ.પી.આઈ.મનીષ પંચાલે અકસ્માતે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સગીરના બંને પગે શર્ટની હાથના બાંયનો ભાગ કાપીને પગે બટન મારી પહેરેલ જોવા મળતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. ત્યારે મોતનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો